મુંબઇ અને ગાંધીધામના શખ્સે બીએમડબલ્યુ, પોરસે, ઓડી અને મર્સિડીઝની લોન ચાલું હોવા છતાં બોગસ એનઓસી તૈયાર કરી આચર્યુ કૌભાંડ
વૈભવી કાર બેન્ક લોન પર ખરીદ કરી લોન ચાલુ હોવા છતાં લોન ભરપાઇ થયાની બોગસ એનઓસી તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મુંબઇ અને ગાંધીધામના શખ્સે રૂ.૩.૫૦ કરોડનું કૌભાંડ આચર્યાની રાજકોટના ઓટો બ્રોકરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મહારાષ્ટ્ર અને પોંડીચેર ખાતેથી લોન પર ખરીદ કરાયેલી કારની લોન ભરભાઇ થયાની બોગસ એનઓસી ધાબડી રૂ.૩.૫૦ કરોડનું કૌભાંડ આચર્યાની પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
પર્ણકૂટી સોસાયટીમાં રહેતા ઓટો બ્રોકર મનિષભાઇ પ્રફુલભાઇ પંડયાએ મુંબઇ શાન્તાક્રુઝના સિધ્ધાર્થ પ્રકાશ માંડવીયા અને ગાંધીધામના વતની અને હાલ મુંબઇ રહેતા વિશાલ તન્ના નામના શખ્સો સામે પૂર્વ યોજીત કાવત રચી વૈભવી કારની લોન ચાલુ હોવા છતાં બેન્ક લોન પુરી થયાનું જણાવી બીએમડબલ્યુ, મર્સિડીઝ, ઓડી અને પોરસે જેવી પાંચ કારનું વેચાણ કરી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સિધ્ધાથ૪ માંડવીયા અને વિશાલ તન્નાએ મહારાષ્ટ્ર અને પોડીચેરીમાંથી પાંચ જેટલી વૈભવી કાર ફોકસવેગન ફાઇનાન્સ બેન્કની લોન પર ખરીદ કરી લોનના હપ્તા ભર્યા ન હોવા છતાં કાર પર લોન ચાલુ ન હોવાનું જાહેર કરી વેચાણ કરવાનું જણાવતા મનિષભાઇ માંડવીયાએ ૨૦૧૪માં કાર ખરીદ કરી ત્યારે ટોકન આપ્યું હતું અને બાકીનું પેમેન્ટ લોન બાકી ન હોવા અંગેનું એનઓસી આપે ત્યારે ચુકવવાનું નક્કી કર્યુ હતું.
સિધ્ધાર્થ માડવીયા અને વિશાલ તન્નાએ ફોકસવેગન ફાઇનાન્સ બેન્કની લોન ભરવાઇ થયાનું એનઓસી બોગસ તૈયાર કરી મનિષભાઇ પંડયાને આપી બાકીનું પેમેન્ટ મેળવી લીધું હતું.મનિષભાઇ પંડયાએ એનઓસી ભુજ આરટીઓમાં રજુ કરી ઓડી કાર પોતાના નામે ટ્રાન્સફર કરવા રજુ કર્યુ ત્યારે ફોકસવેગન ફાઇનાન્સ બેન્કની ઓડી કાર પર લોન ચાલુ હોવાનું અને એનઓસી બોગસ હોવાનું ખુલ્યું હતું.
મનિષભાઇ પંડયાએ બંને શખ્સો પાસેથી પાંચ કાર ખરીદ કરી હોવાથી તેની એનઓસી અંગે ફોન પર સંપર્ક કરતા બંને શખ્સો એનઓસી બાબતે ફોન કરીશ તો મારી નાખશું તેવી ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પ્ર.નગર પોલીસે મનિષભાઇ પંડયાની ફરિયાદ પરથી મુંબઇના સિધ્ધાર્થ માંડવીયા અને વિશાલ તન્ના સામે બોગસ એનઓસીને ખરા તરીકે ઉપયોગ કરી કૌભાંડ આચર્યાનો ગુનો નોંધી પી.એસ.આઇ. એમ.જે.રાઠોડ સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથધરી છે.