ફેકટરીની બાજુના ડેલામાંથી આવેલા તસ્કરે તિજોરીમાં કર્યો હાથફેરો
જીનીંગ મીલના સ્પેર પાર્ટ બનાવતી કંપનીએ ચુકવણું કરવા રાખેલી રોકડ તસ્કરો ઉપાડી ગયા
કુવાડવા રોડ પર મેંગો સામે આવેલી ઓમ ઇન્ડિયા એકસ્પોર્ટ નામની ફેકટરીને તસ્કરોએ નિશાન બનાવી રૂ .3.40 લાખની રોકડ ચોરી ગયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી વિગત મુજબ વાણીયાવાડીમાં આવેલા રવિદીપ સોસાયટીમાં રહેતા મિલનભાઇ પ્રવિણભાઇ પીઠવાની કુવાડવા રોડ પર મેંગો માકેર્ટ સામે આવેલી ઓમ ઇન્ડિયા એસ્પોર્ટ નામની કંપનીમાંથી રૂ. 3.40 લાખની રોકડ ચોરાયાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મિલનભાઇ પીઠવાએ કંપનીનું પેમેટ ચુકવવાનું હોવાથી રોકડ રકમ પોતાની ઓફિસની તિજોરીમાં રાખી હતી અને ગઇકાલે રવિવાર હોવાથી પેમેટ થઇ શકયું ન હોવાથી રોકડ કંપનીમાં રાખી હતી. આશરે 30 વર્ષની ઉંમરના તસ્કરે બાજુના ડેલામાંથી ફેકટરીના પતરા ઉંચકી ઘુસ્યા બાદ તિજોરી અને ટેબલના ખાનામાંથી રોકડ રકમ લઇ ભાગી ગયાના સીસીટીવી ફુટેજ મળી આવતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી છે.