૮૭૧ બોટલ દારૂ અને કાર મળી રૂ.૪.૨૮ લાખનો મુદામાલ કબજે: પાંચની શોધખોળ
પશ્ર્ચિમ કચ્છમાં દારૂ-જુગારની બદી ડામવા જિલ્લા પોલીસ વડાએ આપેલી સુચનાને પગલે માંડવી તાલુકાના નાની ખાખર ગામે બંધ મકાનમાંથી ૬૭૨ બોટલ દારૂ કબજે કરી ચાર શખ્સોની જયારે એલસીબીએ માંડવીના નારાયણનગરમાં દરોડો પાડી ૧૯૯ બોટલ દારૂ સાથે મકાન માલિકની ધરપકડ કરી અને બે શખ્સોની શોધખોળ આદરી છે.
જાણવા મળતી વધુ વિગત મુજબ નાની ખાખર ગામે જુની પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા બંધ અવાવરૂ મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. પોલીસ સ્ટાફે બાતમીના આધારે સ્થળ પર દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી શરાબની ૫૬ પેટી કિંમત ૨,૬૮,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થો વેચાણ અર્થે પૃથ્વીરાજસિંહ ઉર્ફે પથીયો હેતુભા જાડેજા, સહદેવસિંહ ઉર્ફે સડો લાખુભા જાડેજા, રઘુવીરસિંહ જીલુભા જાડેજા અને કુલદીપસિંહ ઉર્ફે ભાણુભા બહાદુરસિંહ ઝાલાએ બહારથી આયાત કરીને રાખ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું પરંતુ પોલીસ દરોડા દરમિયાન દારૂનો જથ્થો મળી આવ્યો પણ આરોપીઓને પોલીસના દરોડાની ભનક આવી જતા ચારેય આરોપીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસે અારોપીઓ વિરુઘ્ધ ગુનો નોંધીને ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.
જયારે અન્ય બનાવમાં નારાયણ નગરમાં દારૂના મકાનમાં દારૂની ડીલીવરી થતી હોવાના સચોટ બાતમીના આધારે રાકેશ પ્રવિણ ઠકકરના મકાનમાં રેડ પાડી હતી. આરોપીના કબજાના મકાનમાંથી ઈંગ્લીશ દાની ૧૯૯ બોટલ અને મારૂતિ કાર સહિત ૧,૫૯,૬૫૦ મુદામાલ મળી આવતા આરોપી રાકેશને ઝડપી પાડયો હતો. પકડાયેલા આરોપીએ પોલીસ સામે પોપટની જેમ બોલી કબુલાત ન આપી હતી કે, મુળ માલ રામ ગઢવી અને હરજોગ ગઢવી નામના શખ્સોએ વહેંચાણ માટે મુકી ગયા હોવાની કેફિયત આપી હતી. આરોપીને મુદામાલ સાથે માંડવી પોલીસ મથકે આગળની કાર્યવાહી હાથધરી છે.