આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાની ચેનલ દ્વારા ભારતમાં ૫૩૨ કિલો અને ૫૨ કિલોનાં કરોડો રૂપિયાનાં જથ્થાની દાણચોરીની પેરવી પોલીસે કરી નાકામ
ભારતમાં નશીલી દવાઓ અને નશીલા પદાર્થોનું પાકિસ્તાન ભારતમાં ઘુસાડતું હોવાની શકયતાને ઉજાગર કરતી એક ઘટના ઘટી છે જેમાં પાકિસ્તાનથી દાણચોરીનાં માધ્યમથી લાવવામાં આવેલું રૂરૂ.૨૭૦૦ કરોડનું હેરોઈન ભરેલો ટ્રક અટારી સરહદ પરથી ઝડપી લેવાયો છે. ભારત-પાકિસ્તાનનાં ટ્રેક રૂટ અટારીથી આ ખટારો ઝડપી લેવાયો હતો. મીઠાનાં બાચકાઓ નીચે છુપાયેલા આ હેરોઈનની કિંમત ૨૭૦૦ કરોડ રૂપિયા થવા જઈ રહી છે. જયારે અન્ય એક રેડમાં વધુ ૫૨ કિલો જેટલું કેફી દ્રવ્ય મળ્યું હતું.
કેફી દ્રવ્યની રેડનાં ઈતિહાસમાં કસ્ટમ વિભાગ અટારી ખાતેથી ૫૩૨ કિલો શંકાસ્પદ હેરોઈન ભરેલો ટ્રક રવિવારનાં રોજ ઝડપી લીધો હતો. પાકિસ્તાન સરહદ પર અટારી ચેકપોસ્ટ પર સીંધાલુ ભરેલા ટ્રકની કસ્ટમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૫૩૨ કિલો દાણચોરીનું હેરોઈન ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યું હતું તેમ કસ્ટમ કમિશનર દિપકકુમારે જણાવ્યું હતું.
અત્યાર સુધીની તારીખમાં અટારીનો આ ૫૩૨ કિલોનો જથ્થો સૌથી મોટો ગણવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાની ચેનલ દ્વારા ભારતમાં ૫૩૨ કિલો અને ૫૨ કિલોનાં કરોડો રૂપિયાનાં જથ્થાને દાણચોરીની પેરવી પોલીસે નાકામ બનાવી છે. શનિવાર બપોરનાં દોઢ વાગ્યે પાકિસ્તાનનાં અટારી ચેકપોસ્ટ ખાતે સિંધાલુ ભરેલી ટ્રક ભારતમાં આવતા કસ્ટમ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. કસ્ટમ વિભાગે ચેકિંગ દરમિયાન મીઠા ભરેલી બોરીઓ નીચે છુપાવેલા ડ્રગ્સ દેખાતા જ ટ્રકને રોકી લેવામાં આવ્યો હતો અને આ મોટા કૌભાંડ પર પોલીસ દ્વારા પૂર્ણવિરામ મુકવામાં આવ્યો હતો. કસ્ટમ ચેકિંગ દરમિયાન મીઠા નીચે સફેદ પાવડર નજરે પડતા અધિકારીઓએ શંકાસ્પદ પાવડરની તપાસ કરી હતી ત્યારે તે સમય દરમિયાન ૬૦૦ ગુણીની તપાસ કરવામાં આવતા ૧૫ કોથળા હેરોઈનનાં મળી આવતા કસ્ટમ વિભાગ દ્વારા ૫૩૨ કિલો હેરોઈન અને ૫૨ કિલો નશીલા પદાર્થને પકડી પાડવામાં આવ્યો હતો.
અટારી સરહદેથી સિંધાલુ મીઠાનાં બાચકામાં હેરોઈનની કોથળી મળી આવતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો ભાવ ૨૭૦૦ કરોડ રૂપિયાનું ખુલ્યું હતું. આ રેડ કસ્ટમની અટારી સરહદ પરની સૌથી મોટી રેડ માનવામાં આવી રહી છે અને બાતમીનાં આધારે દાણચોરીની પેરવી પોલીસ દ્વારા નાકામ પણ કરવામાં આવી છે.