બિલ્ટીમાં પોરબંદર નેવી કેમ્પમાં રાશનનો જથ્થો હોવાનું લખ્યું’તું: ૮૩૭૭ બોટલ દારૂ અને વાહન મળી રૂ.૩૫.૬૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ નજીક બામણબોર પાસેથી આર.આર.સેલ. ક્ધટેનરનો ફિલ્મી ઢબે પીછો કરી રૂ.૨.૫.૬૫ લાખની કિંમતનો ૭૦૦ પેટી દારૂના જથ્થા સાથે કલીનરને ઝડપી લીધો છે. જયારે નાશી છૂટેલા કન્ટેનરના ચાલકની શોધખોળ આદરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આર.આર.સેલ.ના ઈન્ચાર્જ આઈ.જી. સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠલ પીએસઆઈ એમ.પી.વાળા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે બામણબોર પાસે દારૂની હેરાફેરી થતી હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં નિકળેલા કન્ટેનરને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક ક્ધટેનર લઈને નાશી છૂટતા તેનો ફિલ્મી ઢબે પિછો કરતા ચાલક ક્ધટેનરને મુકી નાશી છૂટયો હતો.Untitled2કન્ટેનરનું તાળુ ખોલતા જ અંદરથી રૂ.૨૫.૬૫ લાખની કિંમતની ૮૩૭૭ બોટલ દારૂ અને ટેન્કર મળી રૂ.૩૫.૬૬ લાખનો મુદ્દામાલ સાથે ટ્રક કલીનર મોહમદ બીલાલ મોહમદ બુન્દુ અંસારીની ધરપકડ કરી નાશી છૂટેલા વસીમ અહેમદને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

આ દા‚નો જથ્થો ગુડગાવથી મોકલવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તે ક્ધટેનરના ચાલક જાણતો હોવાની ચાલક ઝડપાયા બાદ ખુલશે. આ દરોડાની કામગીરી શિવરાજસિંહ, રસીકભાઈ, સંદીપસિંહ રાઠોડ, ચંદ્રવિજયસિંહ અને કુલદિપસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે કામગીરી બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.