રાજય સરકારનો આભાર માનતા શ્રીસર ગ્રામ પંચાયતના સરપંચ
રાજકોટ તાલુકા અને કોટડાસાંગાણી તાલુકાને કોટડાસાંગાણીથી સરધાર સ્ટેટ હાઈવેને પહોળો કરવા તેમજ પુલ બનાવવા માટે ૨૨૫૦ કરોડ ગુજરાત સરકારે ફાળવી આપેલા છે. સર ગામની પંચાયતની વારંવાર દરખાસ્ત હતી તેને ધ્યાનમાં લઈને આ રોડને મંજુરી મળેલ છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ રજુઆત ધ્યાનમાં લઈ આની ઉપર તાત્કાલિક ધોરણે મંજુર કરાવવા બદલ આભાર વ્યકત કર્યો હતો. ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ શ્રીસર ગ્રામ સરપંચ બલદેવસિંહ રાજપુત તેમજ ગ્રામજનો દ્વારા સરકારનો આભાર વ્યકત કરાયો હતો.