- સ્થાનિક પોલીસે દરોડો પાડીમકાન માલીકની કરી ધરપકડ: ચોટીલાના બુટલેગર અને વાહનના ચાલક કલીનરની શોધખોળ
- વાહન અને 12241 બોટલ દારૂ મળી રૂ.31.42 લાખનો મુદામાલ કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકાના કેસરપર ગામે વિદેશી દારૂ સગેવગે થાય તે પૂર્વે સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂ.21.42 લાખની કિંમતનો વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ દારૂ અને વાહન મળી રૂ.31.42 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા ચોટીલા તાલુકાના સુરઈ ગામનો બૂટલેગર અને વાહનનો ચાલક તેમજ કલીનરની શોધખોળ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ઝાલાવડમાં વિદેશી દારૂ ઘુસાડવાની બલટલેગરો પ્રેરવી કરી રહ્યાની રાજકોટ રેન્જના વડા સંદીપસિંઘને ધ્યાને આવતા સુરેન્દ્રનગર એસ.પી. હરેશ દુધાતે દારૂ બંધીનો કડક અમલ કરવા આપેલી સુચનાને પગલે સાયલા પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
સાયલા તાલુકાના કેશરપર ગામે રહેતો રમેશ ઉર્ફે ટીડો ખીમા ફીસડીયા નામનો શખ્સે વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એમ.એચ.સોલંકી સહિતના સ્ટાફે દરોડો પાડયો છે.
દરોડા દરમિયાન વાહનમાથી મકાનમાં દારૂ સગે કરતા મકાન માલીક રમેશ ઉર્ફે ટીડો કીમા ફીસડીયાની ધરપકડ કરી રૂ.21.37 લાખની કિંમતનો 12241 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂ અને વાહન મળી રૂ.31.42 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં ચોટીલા તાલુકાના સુરઈ ગામનો વોન્ટેડ માનસીંગ મનજી નામના શખ્સનું સંડોવણી ખુલતા તેમજ નાશી છૂટેલા વાહનના ચાલક અને કલીનરની શોધખોળ હાથ ધરી છે.