૬૧૧૬ બોટલ દારૂ અને ટ્રક મળી રૂ ૩૫.૪૧ લાખનો મુદામાલ કબ્જે: ટ્રકના ચાલક કલીનર અને બુટલેગરનો સાગ્રીતની ધરપકડ
રાજકોટ- જામનગર માર્ગ પરના પડધરી પોલીસ મથકની હદમાં આવેલી ચૌકી ઠાણી હોટલના પાટીયા પાસેથી એલ.સી.બી. એ ટ્રકમાંથી ૬૧૧૬ વિદેશી દારૂની બોટલ સાથે રાજકોટના એક શખ્સ ટ્રકના ચાલક અને કલીનરની ધરપકડ કરી રૂ ૨૦.૩૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. દારુનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર હર્ષદ મહાજનનો હોવાનું ખુલ્યું છે. એક સપ્તાહ પૂર્વે ન્યારા નજીકથી હર્ષદ મહાજનનો લાખોનો દારૂ પકડયાની શાહી સુકાય નથી ત્યાં વધુ એક દરોડામાં હર્ષદ મહાજનનું નામ ખુલી એલ.સી.બી. દારૂના નેટવર્કને તોડી પાડવા દારુના મુળ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી પંથક બુટલેગરોને મોકળુ મેદાન હોવાથી અવાર-નવાર કટીંગ થતું હોવાની જીલ્લા પોલીસ વડા બલરામ મીણાને ઘ્યાને આવતા પેટ્રોલીંગ હાથ ધરવા આપેલી સુચનાને પગલે એલ.સી.બી. નો સ્ટાફ જામનગર રોડ પર પેટ્રોલીંગમાં હતા ત્યારે એચ.આર. ૬૫ એ ૯૯૧૧ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ડીલીવરી કરવા જતો હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે ચોકી ઠાણી હોટલના પાટીયા પાસે વોચ ગોઠવી હતી.
વોચ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી રૂ ૨૦.૩૭ લાખની કિંમતનો ૬૧૧૬ બોટલ દારુ સાથે ટ્રકના ચાલક રાજસ્થાનનો અમરશી જોગીન્દ્ર જાટ, કલીનર મોહનલાલ ગંગારામ ગોડ અને રાજકોટના ગોકુલધામના પ્રિપાક ઉર્ફે કાળીયો વિનોદ રવિશંકર મહેતા ની ધરપકડ કરી ટ્રક મળી રૂ ૩૫.૪૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે ઝડપેલા પ્રિપાક ઉર્ફે કાળીયા મહેતાની પ્રાથમીક પુછપરછમાં આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલ્યું છે.
રાજકોટ શહેરમાં હર્ષદ મહાજન પર પોલીસની ભીસ વધતા બુટલેગર હર્ષદ મહાજન રાજકોટ ગ્રામ્યના પડધરી પંથકમાં એક સપ્તાહમાં બુટલેગર હર્ષદ મહાજનનો દારુનો બીજો જંગી જથ્થો ઝડપાયો છે.