ટેકનોલોજીનાં જાણકાર ભેજાબાજો ચાવીથી લોક ખોલી પાસવર્ડ નાખી રોકડ ઉઠાવી ગયા
અબતક્,કાળુ રાઠોડ, જસદણ
જસદણના ગીતાનગર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા શાખાના અઝખ નું બોક્સ ખોલી તેમાંથી અજાણ્યા ત્રણ શખ્સો રૂ.17.33 લાખની રોકડ ચોરી કરી ગયાની જસદણની બેંક ઓફ બરોડા શાખાના ચીફ મેનેજર દ્વારા જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં જસદણ પોલીસે બેંક ઓફ બરોડા શાખાના ચીફ મેનેજર પિન્ટુકુમાર રૂદ્રનારાયણ મિશ્રા(રહે-સહીયર સીટી સોસાયટી,જસદણ) ની ફરિયાદના આધારે રાજકોટના ત્રણ શંકાસ્પદ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
ATM માં ડીઝીટલ લોક હોવાથી 12 ડીજીટનો પાસવર્ડ નાખી અજાણ્યો શખ્સ કેશ રાખવાનું બોકસ ખોલી તેમાંથી રૂ.17.33 લાખની ચોરી કરી નાસી ગયો.
આ બનાવમાં ફરીયાદી પિન્ટુ કુમારે જણાવ્યું હતું કે, હું જસદણના ખાનપર રોડ પર ગીતાનગરમાં આવેલ બેંક ઓફ બરોડા શાખામાં ગત તા.5-9 થી ચીફ મેનેજર તરીકે ફરજ બજાવું છું. હાલ બેંકના જોઈન્ટ મેનેજર તરીકે રવિન્દ્ર ભાસ્કર ફરજ બજાવે છે અને અમારી આ શાખાની બાજુમાં બેંક ઓફ બરોડાનું ATM આવેલું છે. જે ATM માં કેશ નાખવાવાળી એજન્સી તરીકે અમારી કોર્પોરેટ ઓફીસ મુંબઈથી સેન્ટ્રલાઈઝ કોન્ટ્રકટ આપવામાં આવે છે અને જસદણ બેંક ઓફ બરોડા ખાતે કેશ નાખવા માટે કોન્ટ્રેકટ સીકયોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રકટ છે. જેમાં રાજકોટના રવિન્દ્ર ગૌસ્વામી લોકેશન ઈન્ચાર્જ છે તેમજ સમગ્ર ગુજરાતના ઈન્ચાર્જ કમલેશ ઠાકોર છે. ત્યારે ગત તા.15-9 ના રોજ હું બેંક ઓફ બરોડા બ્રાન્ચ ખાતે હાજર હતો.
ત્યારે અમારી બેંકની બાજુમાં અમારું બેંક ઓફ બરોડાનું ATM આવેલું હોય ત્યાં સાંજના 6 વાગ્યે રાજકોટ ખાતેથી કસ્ટોડીયલ રવિન્દ્ર ગૌસ્વામી તથા જયપુરી ગૌસ્વામી બન્ને ફરિયાદ અંગે આવ્યા હતા. તેમણે વાત કરી કે તેઓએ ATM મશીન ખોલેલ હતું. ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઈએ તેટલા પૈસા ન હતા. જેથી અમારે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા છે. બાદમાં ગત તા.6-9 ના રોજ ATM માં બેલેન્સ રૂ.27,500 હતી અને અમે રૂ.25 લાખ નાખ્યા હતા. જેથી અઝખ માં કુલ રૂ.25.27 લાખ બેલેન્સ હતું અને જેમાં કસ્ટમરે અઝખ મારફતે રૂ.7,94,000 ઉપડ્યા હતા. તેમાં હાલે સિસ્ટમનાં હીસાબે અઝખ માં રૂ.17,33,500 હોવા જોઈએ. પણ તેમાં માત્ર રૂ.500 જ છે અને હાલ જેટલા હોવા જોઈએ તેટલા પૈસા નથી. જેથી રાજકોટથી પૈસા નાખવા આવેલા કસ્ટોડીયલના માણસોએ તથા અમોએ કેમેરા ચેક કરેલ અને કેમેરામાં ગત તા.6-9 ના રોજ રાત્રીના કોઈ અજાણ્યો શખ્સો અઝખ માં આવીને અઝખ ને ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખીને પૈસા કાઢી ગયાનું કેમેરામાં રેકોડીંગ થઈ ગયું હતું. જેથી આ બાબતે અમારી સીક્યોરીટી ઓફીસર રાજકોટ તથા રીજનલ ઓફીસ અને ઝોનલ ઓફીસ રાજકોટ ખાતે ફોનથી તેમજ ઈ-મેઈલ કરી આ બનાવ મામલે જાણ કરી હતી.
આ રવિન્દ્ર ગૌસ્વામીએ અમોને વાત કરેલ કે ગત તા.6-9 ના રોજ જયપુરી ગૌસ્વામી તથા મયુર બગડા બેલેન્સ નાખવા આવ્યા હતા. તે અગાઉ ગત તા.16-8 ના રોજ મયુરસીંહ ઝાલા તથા મયુર બગડા આવેલા હતા અને આ અઝખ જુનું મશીન હોય જેથી ઈસર્વેલન્સ સીસ્ટમ એકટીવ નથી અને ATM માં બેલેન્સ બાબતે મુંબઈ બ્રાન્ચથી વેલ્યુ એજન્સી ખાતે જાણ થઈ ત્યારે તેઓ રાજકોટ એમ.જી.રોડ ખાતે કરન્સી ચેઈસ્ટ બ્રાન્ચ ખાતેથી રીકવેસ્ટ ફોર્મ ભરીને કરન્સી કંપનીની ગાડીમાં લઈ આવે છે. ત્યારબાદ કરન્સી બ્રાન્ચમાં વિગત મેળવતા ગત તા.6-9 ના રૂ.25 લાખ બેલેન્સ નાખેલ તે તમામ નોટો રૂ.500 ના દરની હતી. અગાઉ રૂ.27,500 નું બેલેન્સ હતું. તેમાં રૂ.2000 ના દરની 2 નોટો હતી, 47 નોટો રૂ.500 ના દરની હતી. એ આ ATM માંથી ચોરી થયેલી 3458 નોટો રૂ.500 ના દરની તથા 2 નોટો રૂ.2000 ના દરની નોટોની ગત તા.6-9 ના રોજ કોઈ અજાણ્યા શખ્સો અમારી શાખાના ATM માં પ્રવેશ કરી ATM નું કવર ચાવીથી ખોલી તેમાં ડીઝીટલ લોક હોય જે લોક 12 ડીજીટના પાસવર્ડનો હોય તે પાસવર્ડ નાખી અઝખ નું કેશ રાખવાનું બોકસ ખોલી તેમાં રહેલી કુલ રોકડ રકમ રૂ.17,33,000 ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાવી છે.