સસ્તામાં ટાઇલ્સ આપવાની લાલચ આપ્યા બાદ પૈસા લઇ લીધા પણ માલ ન આપ્યો : તપાસનો ધમધમાટ

મોરબીના એક ટાઇલ્સના વેપારીને ૪ શખ્સોએ ખોટા નામ ધારણ કરી સસ્તામાં ટાઇલ્સ આપવાની લાલચમા રુ.૧૬,૨૯,૬૮૨ની  છેતરપિંડી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં મોરબીના એક વેપારીએ ૪ શખ્સ સામે તાલુકા પોલિસે સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના કૈલાસ ટાવર નેશનલ હાઇવે કંડલા બાયપાસ નજીક રહેતાં  અર્જુનભાઈ કૈશવજીભાઈ વીડજા નામના વેપારીને મોરબીના યાજ્ઞિક ઉર્ફે યૂવરાજ ઉર્ફે બંટી વાસુદેવ નીમાવતેં નામ બદલી અર્જુનભાઈ સાથે ફોનમાં વાત કરી હતી અનેં સસ્તામાં  ટાઇલ્સ આપવાની વાત કરી હતી જેમા વેપારી ફસાઇ ગયા હતાં અનેં તેની પાસેથી ટાઇલ્સ ખરીદવા સંમત થયા હતા. જે બાદ યાજ્ઞિકે તેનાં ભાઈ યશપાલ વાસુદેવ નીમાવત, અમદાવાદનાં ચિરાગ વિનોદ તપસ્વી અનેં માધવ નામના શખ્સ સાથે મળી રુ.૧૬,૨૯,૬૮૨ લઇ લીધાં હતાં અનેં ટાઇલ્સ ન આપી છેતરપીંડી કરી ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગે વેપારીએ તાલુકા પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી. જે અંગે પીએસઆઇ આર. એ.જાડેજાએ વધું તપાસ હાથ ધરી હતી. આ છેતરપિંડીમા એક કરતા વધું વેપારીઓનાં રૂપિયા ફસાયા હોવાની પોલીસ શંકા સેવી રહી છે. ખરેખર કેટલા વેપારીઓને આ શખ્સોએ ફસાવ્યા છે કે કેમ તેં તપાસ બાદ જ સામે આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.