નાયબ રાજય વેંચાણ વેરા કમિશનર કચેરી વર્તુળ-૨૩ની જિલ્લા કલેકટરે આકસ્મીક ચકાસણી કરતા ભોપાળા બહાર આવ્યા
રાજકોટની વેટ કચેરીમાં મસમોટો સ્ટાફ હોવા છતાં છેલ્લા દસ વર્ષ જેટલા લાંબા સમયી બાકી વસુલાત પ્રત્યે લક્ષ્ય આપવામાં ન આવતા રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા સિટી પ્રાંત-૧ મારફતે આકસ્મિક તપાસ કરાતા ૫૫૧૫ કેસમાં રૂ.૧૦૧૭ કરોડની વસુલાત બાકી હોવાનો ધડાકો થયો છે. અને આશ્ર્ચર્યની બાબત તો એ છે કે, આ બાકી વસુલાત પૈકી ૪૨૬ કેસમાં રૂ.૧૦૧.૬૯ કરોડની વસુલાત માટે તંત્ર દ્વારા કોઈ પ્રયાસ કરાયો ન હોય. આ બાબતની ગંભીર નોંધ લઈ પ્રાંત અધિકારી પટેલ દ્વારા જિલ્લા કલેકટરને રિપોર્ટ કરવામા આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ રાજય સરકારની સુચનાને પગલે જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ રાજકોટ સ્તિ નાયબ રાજય વેંચાણ વેરા કમિશ્નર કચેરી વર્તુળ-૨૩ની આકસ્મિક તપાસ કરવા સિટી પ્રાંત-૧ પટેલને સુચના આપી હતી. જેને પગલે પ્રાંત અધિકારી દ્વારા તા.૨૦ માર્ચના વેંચાણ વેરા કમિશનર કચેરીની આકસ્મિક તપાસણી કરી પારાવાઈઝ રિપોર્ટ યો છે જે અત્યંત ચોકાવનારો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાંત અધિકારીના તપાસ રિપોર્ટ મુજબ છેલ્લા દસ વર્ષી કચેરીની મસમોટી કર્મચારીઓની ફોજ દ્વારા બાકી વસુલાત પ્રત્યે લક્ષ્ય અપાયું ની જેના કારણે કુલ ૫૫૧૫ કેસમાં ૧૦૧૭ કરોડની બાકી વસુલાત છે. જેમાં બેંક દ્વારા મિલકતો ટાંચમાં લેવામાં આવી હોય તેવા અસંખ્યા કિસ્સાઓઓમાં ૯૦૯.૩૧ કરોડની વસુલાત બાકી છે. સો સો મિલકત ટાંચમાં લેવાઈ હોય તેવા ૫૮ કેસમાં ૫.૯૭ કરોડની વસૂલાત બાકી છે. આ ઉપરાંત ૪૨૬ કિસ્સામાં તો રૂ.૧૦૧.૬૯ કરોડની વસુલાતની જાણે માંડવાળ કરી નાંખી હોય તેમ કચેરી દ્વારા વસુલાત માટે કોઈ કામગીરી ન કરવામાં આવતા આ બાબતની ગંભીર નોંધ તપાસની રિપોર્ટમાં કરવામાં આવી છે.