ગોંડલ, સુરત, ડિસા, ખેડબ્રહ્માના ૪૬ સ્થળોએ જીએસટીના દરોડા: મોટી સંખ્યામાં દસ્તાવેજો જપ્ત કરાયા
રાજયના જીએસટી અધિકારીઓએ ડીસા, ગોંડલ, સિધ્ધપુર, સુરત, ઉંઝા, મહેસાણા, પાટણ અને ખેડબ્રહ્માના ૪૬ જેટલા ઓઈલ ડિલરો પર દરોડા પાડતા બોગસ બિલની મદદથી ઈનપુટ ટેકસ ક્રેડીટ લઈ લેવાના સંદર્ભે રૂ.૧૦૦૦ કરોડના બોગસ બિલીંગ વહેવારો ઝડપાયા છે. આ દરોડામાં મોટી સંખ્યામાં દસ્તાવેજો ઝડપાયા હતા. ખાધ અને અખાધ તેલના વેપારીઓ બિલ વિના જે તેલના વેપાર થયા હોય તેવા તેલના બિલો મેળવીને વેપારીઓની જરૂરીયાત મુજબ બોગસ બીલ ઈશ્યુ કરી અપાયા હતા.
તેમની બોગસ ઓપરેન્ડીમાં વેપારીના માલનું વેચાણતો કરવામાં આવ્યું હોય પણ બિલ મેળવ્યા ન હોયતેવી નાની નાની કરચોરીથી તેલના કેટલાક જથ્થાઓની રકમ એકઠી કરાઈ હતી. બિલની રકમ જેટલી રકમના બિલો તેઓ બોગસ પેઢીઓને વહેંચી દેતા હતા જેના આધારે બોગસ પેઢીઓ ઈનપૂટ ટેકસ ક્રેડીટ મેળવી સરકારને છેતરતા હતા તેલના વેપારીઓ ગુજરાતની બહારથી પણ રાઈસ બ્રાન્ડ તેલની ખરીદી કરતા હોવાનું સામે આવ્યું હતુ સૌ પ્રથમ તેઓ રાઈસ બ્રાન્ડની ખરીદી કરે, ત્યારબાદ બિલ વહેચતા ઈનપૂટ ક્રેડીટ મેળવીને વેંચાણના ઈનવોઈસ ઈશ્યુ કરતા હતા.
જૂનમાં કેસ્ટર ઓઈલને લઈને તપાસ કરાતા આ કૌભાંડ વધુ મોટુ હોવાનું માલુમ પડતા પાટણના ૧૫ અને કુલ ૪૬ સ્થળોએ જીએસટી અધિકારીઓએ દરોડા પાડયા હતા વાસ્તવમાં તેઓ માલની કોઈપણ જાતની હેરાફેરી કર્યા વગર જ ફરજી બીલ બનાવી ઈનપૂટ ક્રેડીટ લઈ પૈસા કમાતા હતા તેમણે કુલ ૭૦ કરોડના માલની હેરાફેરી કર્યા હોવાનું સામે આવ્યું છે. બિલીંગ કૌભાંડમાં ઉંઝશના બ્રોકર હાર્દિક કોર્પોરેશન, ગણેશ કેન્વાન્સિંગ જેવી સંસ્થાઓ સામેલ હતી. સેન્ટ્રલ ગુડસ અને સર્વીસ ટેકસની પ્રિવેન્ટીવ વિભાગની ટીમે બિલીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ઓઈલ રેકેટમાં ગોંડલના કેસ્ટર અને મસ્ટર્ડ ઓઈલના વેપારીની પણ સંડોવણી હોવાનું જણાયું છે.