મોટાભાઈના રૂમનો દરવાજો બંધ કરી તસ્કરો નીચે નાના ભાઈના રૂમમાં હાથફેરો કરી ગયા
રાજકોટમાં જામનગર રોડ પરના પરાસરપાર્કમાં રહેતા નોકરિયાત દંપતિના મકાનન રૂમના તાળાં તોડી તસ્કરો રાત્રીના અંદર ઘુસી તેમના ઘર માંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.1.70 લાખનો મુદ્દામાલ પર હાથ ફેરવો કરી ગયા હતા ઉલ્લેખનીય છે કે તસ્કરો જ્યારે ચોરી કરવા માટે આવ્યા ત્યારે નોકરીયા દંપતીના મોટાભાઈ તેના ઘરની ઉપર જ રહે છે જેથી તે લોકો જાગી ન જાય તે માટે તસ્કરોએ તેના રૂમને બંધ કરી ચોરીને અંજામ આપ્યો હતો.
વિગતો મુજબ પરાસરપાર્કમાં રહેતા અને હડાળા આરોગ્ય સેન્ટરમાં ફરજ બજાવતાં ડોક્ટર પ્રવીણભાઇ પાલાભાઇ મહીડા (ઉ.વ.35)એ ચોરીની ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રવીણભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તથા તેમના ભાઇ એક જ મકાનમાં ઉપર નીચે પરિવાર સાથે રહે છે.ગુરૂવારે રાત્રે ડો.પ્રવીણભાઇના ભાઇ કમલેશભાઇ તથા તેના પત્ની રાધિકાબેન નોકરી પર નાઇટ ડ્યૂટીમાં હતા, તેમના મકાનના બારણાને તાળું માર્યું હતું.
સવારે સાતેક વાગ્યે તબીબ પ્રવીણભાઇના પત્ની વર્ષાબેને તબીબને નિંદ્રામાંથી ઉઠાડ્યા હતા અને ઉપરના માળે આવેલા તેમના મકાનનો દરવાજો કોઇએ બહારથી બંધ કરી દીધાની જાણ કરી હતી, તબીબે પાડોશીને ફોનથી જાણ કરતા તેઓ દરવાજો ખોલી ગયા હતા.ડો.પ્રવીણભાઇ તે સાથે જ નીચેના માળે આવતા તેમના નાનાભાઇ કમલેશભાઇના મકાનનું તાળું તૂટેલું હતું, અંદર તપાસ કરતાં તિજોરી તૂટેલી હતી અને તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.1.70 લાખની માલમતા ચોરી થઇ ગઇ હતી. હાલ પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ તેની શોધખોળ હાથ ધરી છે.