બેંક ખાતાની વિગતોના આધારે ઓનલાઇન પિયા ટ્રાન્સફર કરી લીધા
રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના કાંગશીયાળી નજીક આસ્થા ગ્રીન સીટીમાં રહેતા દંપતિના મોબાઇલ ફોન પર બેંક એકાઉન્ટની વિગતો જાણી જેના આધારે રૂ ૧.૫૩ લાખની ઠગાઇ કર્યાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા એસ.ઓ.જી. ના સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે.
પોલીસમાંથી વિગત મુજબ શહેરના ગોંડલ રોડ પર આવેલા કાંગશીયાળી નજીક આસ્થા ગ્રીન સીટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા નિલેશ ધીરજલાલ કુંડારીયા નામના પટેલ મોબાઇલ નંબર પરથી બેંક એકાઉન્ટની વિગત જાણી રૂ ૪.૫૩ લાખની ઠગાઇ કર્યાની શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
પોલીસની પ્રાથમીક તપાસમાં નિલેશ કુંડારીયા અને તેના પત્ની વિપાબેનના મોબાઇલ ફોન પર ફોન આવ્યો અને બેંકમાંથી બોલું છું તમે કહી તમારું એટીએમ કાર્ડ બંધ હોય જેની પ્રોસેસ કરવી પડશે તેમ કરી ઓટીપી નંબર મેળવી નિલેશભાઇના બી.ઓ.બી. બેંક ખાતામાંથી રૂ ૪૭ હજાર અને પત્ની વિપાબેનના આઇસીઆઇઆઇ બેંકના એકાઉન્ટમાં રૂ ૧,૦૫,૯૦૦/- પોતાના એકાઉન્ટમાં યુ.પી.આઇ. મારફતે નાણા ટ્રાન્સફર કરી રૂ ૧.૫૩ લાખની ઠગાઇ કર્યાનું જણાવ્યું હતું. શાપર પોલીસ મથકના સ્ટાફે ફરીયાદ પરથી મોબાઇલ નંબરના આધારે ગુનો નોંધી ટેકનીકલ સ્ટાફના આધારે એસ.ઓ.જી. પી.આઇ. એમ.એન. રાણા સહીતના સ્ટાફે તપાસનો ધમધમાટ આદર્યો છે.