દંપતી લૌકીકે ગયાને તસ્કરોએ કર્યો હાથ ફેરો
રાજુલાના ડુંગર ગામે એક બંધ રહેણાંકમાંતસ્કરો ત્રાટકયા હતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂ ૧.૪૫ખની ચોરી કરીને લઈ ગયા
હતા.
પોલીસ સુત્રોમાંથી જાણવા મળતીવિગત અનુસાર અહી રહેતા શૈલેષભાઈ ઉર્ફે ચંદુભાઈ હમીરભાઈ બદલાણીયા તેમજ તેમના પત્ની લૌકીકેબહાર ગામ ગયા હોયતેમના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરોએ મકાનના તાળા તોડી પટારામાં રાખેલસોનાનો હાર, ચાંદીની લકકી,સોનાની બુટી,રોકડ રૂ ૮૦ હજાર મળી કુલ રૂ ૧,૪૫,૦૦૦ના મુદામાલની ચોરી કરીનેલઈ ગયા હતા.
તેમણે આ બારામાં ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે ઈન્ચાર્જ પીએસઆઈ એસ.આર. શર્મા તપાસ ચલાવી રહ્યા છે