ગુજરાતમાં દર નવા દિવસે નવા બુટલેગરનો જન્મ થાય છે તેવામાં નવા બુટલેગરો સાથે તેઓને ગુજરાત રાજયમાં દારુ ધુસેડવાની તરકીબો પણ અવનવી શરુ થઇ છે. હાલમાં જ આવા અનેક ડીઝલના ટેન્કર તથા ડાઘ ઘર લખેલા ટ્રકોમાં દારુની હેરફેર થતી ઝડપાઇ હતી તેવામાં ગઇકાલે ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે પણ પ્રાઇવેટ કારમાં વિદેશી દારુની ૧૦૦૮ નાની બોટલો ઝડપાઇ હતી જો કે આ આ કાર બુટલેગર નાશી છુટયો હતો પરંતુ કાર તથા વિદેશી દારુનો જથ્થો તાલુકા પોલીસ દ્વારા ઝડપી પડાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામે સંાજના સમયે દારુ ભરેલી કારની બાતમી તાલુકા પોલીસના કોન્સ્ટેબલ સંજય પાઠકને મળતાં તુરંત તાલુકા પોલીસનો સ્ટાફ વાવડી ગામે જવા રવાના થયો હતો તે સમયે વાવડી ગામ તરફના રસ્તે જ એક વાદળી રંગની ઝેન કાર શંકાસ્પદ હાલતમાં નજરે પડતા તે કારનો પીછો અરાયો હતો કાર ચાલકે અંદાજે પાંચેક કી.મી. સુધી પોતાની કાર ચલાવી માલવણ ગામની નદીમાં પોતાની દારુ ભરેલી કાર મુકી નાશી છુટયો હતો જયાં તાલુકા પોલીસનો સ્ટાફ પહોચતા કારની અંદર તપાસ કરતા કારમાંથી ૧૦૦૮ નંગ નાની બોટલ કુલ પેટી ર૧ વિદેશી દારુ કિંમત રૂ ૧૦૦૮૦૦ નો ઝડપી પાડયો હતો  સાથે એક વાદળી કલરની ઝેન કાર રૂ૪૦૦૦૦ ની જપ્ત કરી કુલ રૂ૧.૪૦ લાખનો મુદામાલ જપ્ત કરી ફરાર બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. જયારે તાલુકા પોલીસને શંકા છે કે આ કાર  ધ્રાંગધ્રાની જ હોય જેથી તેના માલીક પરથી બેટલેગર સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.