જિલ્લા ભાજપ પ્રમુખ, પાલિકા પ્રમુખ સહિતનાં અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિમાં વિકાસ કામોનો શુભારંભ કરાયો
ખંભાળીયા નગરપાલિકા દ્વારા સરકારની ૧૪માં નાણાપંચ યોજના અંતર્ગત વોર્ડ નં.૭માં આવેલ એસ.એન.ડી.ટી.સોસાયટી વિસ્તારમાં સી.સી.રોડ બનાવવાના કામ અંદાજીત રકમ રૂ.૫૬ લાખ તથા સરકાર દ્વારા મંજુર થયેલ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુ.ડી.પી. અન્વયેના સલાયાના નાકે અનુ.જાતિ મહોલ્લામાં પેવર બ્લોક રોડ બનાવવાનું કામ અંદાજીત રકમ રૂ.૧૪.૯૧ લાખ, ચુનારાવાસ પાસે અનુ.જાતિ મહોલ્લામાં સી.સી.રોડ બનાવવાનું કામ, અંદાજીત રકમ રૂ.૧૯.૬૦ લાખ, મીલન પરોઠા હાઉસ પાછળ અનુ.જાતિનાં મહોલ્લામાં પેવર બ્લોક રોડ બનાવવાનું કામ અંદાજીત રકમ રૂ.૧૯.૬૩ લાખ, વોર્ડ નં.૪માં વણકરવાસ તથા ચમારવાસમાં પાણીની પાઈપલાઈન નાખવાનું કામ તથા તેમાં જરૂરીયાત પ્રમાણે પબ્લીક નળજોડાણ આપવાનું કામ અંદાજીત રકમ રૂ.૧૪.૫૭ લાખના કામનું ખાતમુહૂર્ત ખંભાળીયાનાં પૂર્વ ધારાસભ્ય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અધ્યક્ષ કાળુભાઈ ચાવડા તથા ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુકલનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે પાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુકલ, ઉપપ્રમુખ પી.એમ.ગઢવી તથા કારોબારી ચેરમેન દિપેશભાઈ ગોકાણી, શહેર ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મનીષાબેન ત્રિવેદી, શહેર ભાજપ મહામંત્રી કારૂભાઈ માવદીયા સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.