સિકયુરીટી સાઈટમાંથી લોખંડનો સામાન તસ્કરો ઉઠાવી ગયા
આદિપુર-મુન્દ્રા રોડ પર ભુવડ નજીક પેટ્રોલપંપ પાસે આવેલી પવનચકકીની સાઈટ પરથી ફાઉન્ડેશન માટેનો રૂ.૧,૦૯,૦૦૦ની કિંમતનો લોખંડનો સામાન ચોરાયો હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઈ છે. આ બાબતે નાની ખેડોઈ ખાતે રહેતા વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી છે.
તા.૭ જુન ૨૦૧૮થી આજ દિવસ સુધીના સમયગાળામાં આદિપુર-મુન્દ્રા રોડ પર એસ્સાર પેટ્રોલપંપ સામે ભુવડ નજીક આવેલી તેમની પવનચકકીની સિકયુરીટી સાઈટમાંથી કોઈ અજાણ્યા ઈસમો પવનચકકીના ફાઉન્ડેશન માટેનો રૂ.૧,૦૯,૦૦૦ ની કિંમતનો લોખંડનો સામાન ચોરી કરી ગયા છે. અંજાર પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુઘ્ધ ગુનો દાખલ કર્યો છે. તપાસ એએસઆઈ સિઘ્ધરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.