બાઈકમાં  આવેલા બે શખ્સો મોબાઈલ અને ઘડીયાર સહિતનો કિંમતી માલ સામાન ચોરી ગયા

લીંબડી – રાજકોટ – અમદાવાદ હાઈવે પર ચાલુ વાહને ચોરી તથા લૂંટના બનાવ અવારનવાર બનતા હોય છે. ગયા શુક્રવારે લીંબડી-અમદાવાદ હાઈવે પરથી ચાલુ આઈશરમાંથી ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં ચાલુ આઈશરમાંથી રૂ.1.07 કરોડના  મોબાઈલ  ઘડીયાલ સામાનની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામ્યો હતો. આઈશર ચાલકે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

રિલે પ્રા.લિ. કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતા રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ચાવડા (રહે. બી 34, પ્રગતિ પાર્ક સોસાયટી, ધીરજ હાઉસિંગ પાછળ, મણિનગર)એ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું કે કંપનીના સનાથલ ખાતે આવેલા ગોડાઉનમાં નાઈટ ઈન્ચાર્જ રાકેશભાઈ કૃષ્ણવદનભાઈ પરીખનો ફોન આવ્યો હતો કે  આપણી આઈશર ગાડી લીંબડી પહેલાં છે કે લીંબડીથી આગળ તે ખબર નથી. જેથી આઈશરના ડ્રાઈવર હબીબભાઈ રહીમભાઈ બેલીમને ફોન કરીને તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે લીંબડીથી રાજકોટ બાજુ બોડીયા ગામ નજીક બે અજાણ્યા શખ્સો મોટરસાઇકલ પર આવીને ચાલુ આઈશરમાંથી પાછળનું લોક તથા સીલ તોડીને આઈશરમાં મૂકેલા પૂંઠાના બોક્ષ નંગ 719 પૈકી બોક્સની અંદર રહેલ ટાટા સ્કાયનો સામાન રૂપિયા 20 હજાર, હેડફોન તથા પાવરબેક રૂપિયા 23 હજાર, ઓટોમોબાઈલ કે જેમાં પોલીસના નાના આટકલ રૂપિયા 50 હજાર, લેપટોપ રૂપિયા 96 હજાર તેમજ અલગ-અલગ કંપનીના અલગ મોડલના મોબાઈલ નંગ 259 જેની કુલ કિંમત રૂપિયા 9,11,6563 તથા પ્રિન્ટિંગના રોલ રૂપિયા 28 હજાર, ઘડિયાળ રૂપિયા 2,27, 385, ટેબ્લેટ  12 લાખ, એમ અલગ અલગ ચીજવસ્તુઓ મળીને કુલ રૂ. 1,07,17,133ના મુદ્દામાલની ઉઠાંતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.