રાજકોટ ગ્રામય જીલ્લાના પડધરી પો.સ્ટે. ના બાધી ગામની સીમમાં આવેલ બેચર ડાયાભાઇ પટેલની વાડીની ઓરડી માંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૫૦૮ કિ.રૂ.૧,૮૮,૨૫૦ તથા ફોર્ડ આઇકોન કાર-૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૮૮,૨૫૦ નો મુદ્દામાલ કબ્જે કરતી આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમ
રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે રાજકોટ ઇ/ચા. રેન્જના આઇ.જી.પી. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબે આર.આર.સેલના પો.સ.ઇ.શ્રી એમ.પી.વાળાને સુચના કરેલ જે અન્વયે સ્ટાફના માણસોને હકીકત મળેલકે પડધરી પો.સ્ટે.ના બાધી ગામની સીમમાં આવેલ બેચર ડાયાભાઇ પટેલની વાડીની ઓરડીમાં બાધી ગામના રહીશ ભગા રાઠોડ તથા તેના ભાઇ લાલાએ ગે.કા. ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ઉતારી રાખેલ છે જેથી તુરત જ સ્ટાફના શીવરાજભાઇ ખાચર, ભરતસિહ પરમાર, કુલદીપસિહ ચુડાસમા તથા શક્તિસિહ ઝાલા નાઓને હકીકત વાળી વાડીએ મોકલી વાડીની ઓરડી ચેક કરાવતા વાડીની ઓરડીમાંથી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૫૦૮ કિ.રૂ.૧,૮૮,૨૫૦ તથા સદર દારુ જેમાં ભરી લઇ આવેલ તે ફોર્ડ આઇકોન કાર-૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૮૮,૨૫૦ નો મુદ્દામાલ મળી આવેલ અને આરોપી (૧) ભરત ઉર્ફે ભગો દેવરાજભાઇ રાઠોડ તથા તેનો ભાઇ (ર) લાલો રે.બંન્ને બાધી તા.પડધરી વાળાઓ હાજર મળી આવેલ ન હોય તે બંન્ને વિરૂધ્ધ પડધરી પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.