Abtak Media Google News

RRB NTPC Recruitment 2024: રેલવે ભરતી બોર્ડએ 1 જાહેરનામું બહાર પાડ્યું હતું. તેમાં આ વખતે તેઓ 11,558 જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહ્યા છે. તેમણે 2જી સપ્ટેમ્બરે આ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

RRB NTPC ભરતી નોટિફિકેશન બહાર પાડતી વખતે તેમાં પાત્રતા, મહત્વપૂર્ણ તારીખો, અરજી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ માહિતી વિશે પણ જણાવવામાં આવ્યું હતું. તેમજ RRB આ ફોર્મ ગ્રેજ્યુએટ અને ધોરણ 12મા પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ભરતી કરી રહ્યું છે.

RRB

RRB ભરતી માટેની પાત્રતા:

કોઈપણ ભારતીય બોર્ડ દ્વારા 12મું અથવા સમક્ષ અભ્યાસક્રમ પાસ કરેલ હોવો જોઈએ.

ઉંમર મર્યાદા – 18 થી 30 વર્ષ

ઉંમરમાં છૂટછાટ – સરકારી નિયમો મુજબ આરક્ષિત વર્ગો માટે લાગુ

સ્નાતક સ્તરે ખાલી જગ્યાઓ માટે, કોઈપણ ભારતીય યુનિવર્સિટીમાંથી ન્યૂનતમ પાસ.

ઉંમર મર્યાદા – 18 થી 33 વર્ષ

ઉંમરમાં છૂટછાટ – સરકારી નિયમો મુજબ આરક્ષિત વર્ગો માટે લાગુ

RRB NTPC ભરતી 2024 માટે કેવી રીતે અરજી કરવી?

તમારા ચોક્કસ પ્રદેશ માટે રેલ્વે ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. ત્યારબાદ NTPC 2024ની સૂચના શોધો અને આપેલ માહિતીને સમજવા માટે તેને ધ્યાનથી વાંચો. તેમજ તમારી મૂળભૂત વિગતો આપીને,એકાઉન્ટ બનાવીને તમારી જાતને નોંધણી કરો. અને આવેલી સૂચનાઓ અનુસાર જરૂરી દસ્તાવેજો અપલોડ કરો. તેમજ ઉપલબ્ધ ચુકવણી વિકલ્પો દ્વારા ફી ચૂકવો. ત્યારબાદ દાખલ કરેલી બધી વિગતોની સમીક્ષા કરો અને અંતિમ તારીખ પહેલાં અરજી સબમિટ કરો.

RRB NTPC ભરતી 2024માં  કેટેગરીના આધારે પરીક્ષા ફી બદલાઈ શકે છે કારણ કે સામાન્ય ઉમેદવારની ફી 500 રૂપિયા હશે અને PWD, મહિલા, ભૂતપૂર્વ સૈનિક, SC-ST, લઘુમતી માટેની ફી સમુદાય અને આર્થિક રીતે પછાત વર્ગ માટે 250 રૂપિયા હશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.