ભારતની પાંચમી સૌથી મોટી બ્રાન્ડેડ વાયર અને કેબલ ઉત્પાદક કંપની આરઆર કાબેલ લિમિટેડે તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) માં ઈક્વિટી શેરની આગામી પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે ફાઇલિંગ કર્યું છે.
કંપની રૂ. 225 કરોડ સુધીના નવા ઇશ્યૂ અને રૂ. 5ની ફેસ વેલ્યુના 1,72,36,808 ઇક્વિટી શેરના વેચાણની ઓફર દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના ધરાવે છે. આરઆર કાબેલ કંપની ફંડિંગ દ્વારા મળનારી કુલ રકમનું બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી અંદાજિત રૂ. 170 કરોડના ઋણમાંથી સંપૂર્ણ અથવા આંશિક રીતે પુન:ચુકવણી અથવા પૂર્વચુકવણીના ભંડોળ માટે યોજના ધરાવે છે.
યુએસ સ્થિત ખાનગી ઇક્વિટી ફર્મ TPG Asia VII SF Pte Ltd, જે આરઆર કાબેલમાં 20.99% હિસ્સો ધરાવે છે તે આઈપીઓ દ્વારા કંપનીમાં તેનો કેટલોક હિસ્સો વેચશે.
આરઆર કાબેલ નાણાંકીય વર્ષ 2022 માં રૂ. 4,386 કરોડની આવક સાથે આરઆર ગ્લોબલ ગ્રુપનો એક ભાગ છે. ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતા નવ મહિનામાં કંપનીની આવક રૂ. 4,083 કરોડ હતી. નાણાંકીય વર્ષ 2022 અને ડિસેમ્બર 2022 ના રોજ પૂરા થતા નવ મહિનામાં ચોખ્ખો નફો અનુક્રમે રૂ. 214 કરોડ અને રૂ. 125 કરોડ થયો હતો.
આ કંપની ભારતીય ક્ધઝ્યુમર ઈલેક્ટ્રિકલ ઉદ્યોગમાં એક અગ્રણી કંપની છે જેમાં વાયર અને કેબલ્સ અને ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રિકલ ગુડ્સ (FMEG)નો સમાવેશ થાય છે, જે ભારતમાં 20 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. આરઆર કાબેલ ભારતમાં અમારા સાથીદારોમાં સૌથી ઝડપથી વિકસતી ક્ધઝ્યુમર ઈલેક્ટ્રિકલ કંપની પણ છે, જે નાણાંકીય વર્ષ 2020 અને નાણાંકીય વર્ષ 2022 વચ્ચે 33% ના CAGR પર વૃદ્ધિ કરે છે. (સ્ત્રોત: ટેકનોપાક રિપોર્ટ)
નાણાંકીય વર્ષ 2022 માં બજાર મૂલ્યમાં કંપનીનો બજારહિસ્સો લગભગ 8% છે જે નાણાંકીય વર્ષ 2015માં 5% હતો. આરઆર કાબેલ નાણાંકીય વર્ષ 2022 માં બીટુસી સેલ્સ ચેનલમાંથી આશરે 75% આવક સાથે વાયર અને કેબલ્સમાં બિઝનેસ-ટુ-ક્ધઝ્યુમર સેલ્સ ચેનલમાંથી સૌથી વધુ આવક મેળવે છે.