ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુના 196.60 ગણી અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતા 207 ગણી છે

આરઆર કાબેલ લિમિટેડ (કંપની), બુધવાર 13 સપ્ટેમ્બર, 2023ના રોજ તેની ઇક્વિટી શેર્સનો આઈપીઓ ખોલશે. આઈપીઓમાં રૂ. 1,800 મિલિયન સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને વેચાણકર્તા શેરધારકોને દ્વારા 1,72,36,808 ઇક્વિટી શેર સુધીના વેચાણ માટેની ઓફર (ઓફર ફોર સેલ અને ફ્રેશ ઇશ્યૂ સાથેની ઓફર)નો સમાવેશ થાય છે. ઓફરમાં રૂ. 108 મિલિયન સુધીના ઇક્વિટી શેરનું રિઝર્વેશન પણ સામેલ છે જે 6 સપ્ટેમ્બર, 2023ના રોજ મુંબઈ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, મહારાષ્ટ્રમાં ફાઇલ કરવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં (આરએચપી) જણાવ્યા મુજબ કંપનીના અમુક પાત્ર કર્મચારીઓને (એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શન) પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ હશે. એમ્પ્લોઈ રિઝર્વેશન પોર્શનમાં બિડ કરવા પાત્ર કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 98નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે. ઓફરમાંથી એમ્પ્લોયી રિઝર્વેશન બાદ કરતાં જે વધે છે તે નેટ ઓફર છે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ મંગળવાર, 12 સપ્ટેમ્બર હશે. ઓફર સબ્સ્ક્રિપ્શન માટે બુધવારે, 13 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને શુક્રવાર, 15 સપ્ટેમ્બરના રોજ બંધ થશે.

ઓફરનો પ્રાઇસ બેન્ડ રૂ. 983થી રૂ. 1,035 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 14 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 14 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે.કંપનીએ ફ્રેશ ઇશ્યૂ દ્વારા એકત્ર કરાયેલી આવકને બેંકો અને નાણાંકીય સંસ્થાનો પાસેથી લીધેલા ઋણની સંપૂર્ણપણે અથવા અંશત: પુન:ચુકવણી અથવા પૂર્વચુકવણી માટે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેનું મૂલ્ય લગભગ રૂ. 1,360 મિલિયન જેટલું થાય છે.

બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાનો પ્રસ્તાવ છે.વેચાણ માટેની ઓફરમાં મહેન્દ્રકુમાર રામેશ્વરલાલ કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર, હેમંત મહેન્દ્રકુમાર કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર્સ, સુમિત મહેન્દ્રકુમાર કાબરા દ્વારા 7,54,417 સુધીના ઇક્વિટી શેર્સ, કાબેલ બિલ્ડકોન સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 7,07,200 સુધીના ઇક્વિટી શેર્સ, રામ રત્ન વાયર્સ લિમિટેડ દ્વારા 13,64,480 સુધીના ઇક્વિટી શેર્સ અને ટીપીજી એશિયા 7 એસએફ પ્રાઈવેટ લિમિટેડ (ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા 1,29,01,877 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.

ઇક્વિટી શેર્સ આરએચપી દ્વારા ઓફર કરવામાં આવે છે અને બીએસઇ લિમિટેડ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) જેવા માન્યતા પ્રાપ્ત સ્ટોક એક્સચેન્જો (સ્ટોક એક્સચેન્જ) પર લિસ્ટિંગ કરવાની દરખાસ્ત છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ એ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.