પૂ. વિમલાજી મહાસતીજી આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન સંપન્ન
પૂ. ભાગ્યવંતાબાઈ મહાસતીજી ની 30મી પુણ્યતિથી એવમ માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ ની 16મી પુણ્યતિથી નિમિતે રૂષભ-વાટિકા ખાતે વિવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. બંન્ને પૂ.બાની પુણ્યતિથી નિમિતે નાટિકા, ભાવાંજલિ, સ્પિચ સહીત અનેક આયોજનો કરવામાં આવેલ હતા.
ગોંડલ સંપ્રદાયના પૂ. ધીર ગુરુદેવના આજ્ઞાનુવર્તિ પૂ. પાર સમૈયા પૂ.રંભાબાઈ મ઼ ના સુશિષ્યા સ્વાધ્યાય પ્રેમી પૂ. વિમલાજી મહાસતીજી આદી ઠાણા નો શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષધશાળા થી પદયાત્રા સાથેનો રૂષભ-વાટિકાના આંગણે પૂ. મહાસતીજીઓનો ચાતુર્માસ પિર વર્તન નો કાર્યક્રમ કર વામાં આવેલ હતો. નવકારશી શેઠ પિરવાર તરફથી હસ્તે રૂષભભાઈ સી.શેઠએ કરવામાં આવેલ હતો.
250 ઉપરાંત ભાવુકો પદયાત્રામાં જોડાઈને અલભ્ય લાભ લીધેલ હતો. વૈયાવચ્ચ રત્નશ્રી ચંદ્રકાંતભાઈ શેઠએ માતુશ્રીના ઉપકાર નું ૠણ કદી પણ ન ચુક્વી શકાય એવા ઉદગાર સાથે ભાવાંજલી આપેલ હતી રાજકોટના ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપી પૂ.બાસ્વામીના સંથારાનું સ્મરણ કરેલ હતુ. પૂ. મહાસતીજીએ પૂ. વિજયાબા ને યાદ કરી એમની પૂ.સાધુ-સંતો પ્રત્યેની ભક્તિ અને 50 વર્ષ સુધી પાણીના ત્યાગ ની અનુમોદના કરેલ હતી. પૂ.ભાગ્યવંતાબાઈ મહાસતીજીના સંથારા સ્મૃતિપટ પર લાવી લાખો માણસોને જે રીતે દર્શનનો લાભ લઈ ભાવુક બનેલા હતા.