પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ રહ્યા ઉપસ્થિત

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તિ પૂ. પારસમૈયા (પૂ. રંભાબાઈ મ઼ના સુશિષ્યા) પૂ. સ્વાધ્યાયપ્રેમી વિમલાજી મહાસતીજી આદી ઠાણા એવમ ગોંડલ સંઘાણી સંપ્રદાયના શાસન દિપક પૂ. બા.બ્ર. નરેન્દ્રમુનિ મ઼સા.ના આજ્ઞાનુવર્તિ સાધક બેલડી પૂ. બા.બ્ર. જય-વિજયબાઈ મ઼ના કૃપાપાત્ર સુશિષ્યઓ શ્રુતનિધિ પૂ. બા.બ્ર. સાધનાબાઈ મહાસતીજી આદી ઠાણા એ માંગલિક સાથે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષધશાળા-ઓમાનવાળા ઉપાશ્રય એવમ શેઠ ઉપાશ્રય જૈન સંઘના કાયમી દાતાઓનું સન્માન માનપૂર્વક કરવામાં આવેલ હતુ કાયમી દાતા સંઘને સાથ અને સહકાર આપે છે અને સંઘના સત્કાર્યોની અનુમોદના કરે છે એવા તમામ દાતાઓનો બંને શ્રીસંઘ ૠણ સ્વિકાર કરે છે.

જૈન સમાજના અગ્રણી વૈયાવચ્ચ  રત્ન  ચંદ્રકાંતભાઈ શેઠનું ગુજરાતના પૂર્વ માનનિય મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, પ્રમુખો તથા સત્કાર સેવા સમિતિ દ્વારા શાલ ઓઢાડી, નમસ્કાર મંત્ર મહાવીર સ્વામીની ફ્રેમ અર્પણ કરી શ્રેષ્ઠ શાસન સેવક રત્ન તરીકે બિરદાવી જાજરમાન અભિવાદન શાહી સન્માન કરવામાં આવેલ હતુ. આ સન્માન સમારોહમાં  અંજલિબેન રૂપાણી, ડે.મેયર  દર્શિતાબેન શાહ  અમિનેષભાઈ રૂપાણી તેમજ સત્કાર્ય સેવા સમિતિના  ડોલરભાઈ કોઠારીની આગેવાની હેઠળ રાકેશભાઈ ડેલીવાળા, નિતીનભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, દિપકભાઈ પટેલ, સુભાષભાઈ રવાણી, સમીરભાઈ પારેખ, મયુરભાઈ મહેતા, મનોજભાઈ પારેખ તથા દિલીપભાઈ પંચમીયા સહિત વિ. મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા.

આ અવસરે શ્રી રોયલપાર્ક ઉપાશ્રય અને શેઠ ઉપાશ્રય બંને સંઘનું સંયુક્ત સ્વામીવાત્સલ્ય – સંઘજમણ અમૃત-ઘાયલ કોમ્યુનિટી હોલ માં રાખવામાં આવેલ હતુ. 3000 ઉપરાંત ભાવુકોએ લાભ લીધેલ હતો તથા બંને ઉપાશ્રયના ટ્રસ્ટી મંડળ, સેવા સમિતિના સભ્યો, મહિલા મંડળો, ગરીમા ગૃપ, જે.પી.જી. ગૃપ, પ્રાર્થના મંડળ વિ. ના તમામ સક્રિય કાર્યર્ક્તાઓએ બિપીનભાઈ પારેખ, શૈલેષભાઈ માઉં, કેતનભાઈ શેઠ તથા જગદીપભાઈ દોશીની આગેવાની માં ભારે જહેમત ઉઠાવી સમારોહને દિપાવ્યો હતો. સંજયભાઈ મહેતા અને વિણાબેન શેઠએ કાર્યક્રમનું સંચાલન કરેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.