ગોંડલ સંપ્રદાયના ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તિ પારસમૈયા સ્વાધ્યાયપ્રેમી વિમલાજી મહાસતીજી આદી ઠાણાની નિશ્રામાં રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ઼શેઠ પૌષધશાળા -ઓમાનવાળા ઉપાશ્રય ખાતે આઠ દિવસ સુધી પર્વાધિરાજ પર્યુષણપર્વ ની ઉજવણી કરવામાં આવેલ હતી.
પર્યુષણના આ અતિ પાવન પ્રસંગે જૈન સમુદાયમાં દરરોજ તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૌષધ, અઠ્ઠાઈ સહિત શ્રધ્ધા, ભક્તિ તથા ભાવનાથી કરવામાં આવેલ હતી તેમજ પર્યુષણની પાવનતા, દાનની દિવ્યતા, સુખની ચાવી-પ્રસન્નતા, ભાવની ભવ્યતા, તપની તેજસ્વીતા, વાણીની મધુરતા, ક્ષ્ામાની શીતલતા વિ. કાર્યક્રમો કરવામાં આવેલ હતા.
સતત આઠ દિવસ સુધી ઉપાશ્રયોમાં જ્ઞાન-પ્રવચન માટે ભાવિકો પધારેલ હતા. ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ નિમિતે 14 સ્વપ્નની ઉછામણી કરવામાં આવેલ હતી. પૂ. રાષ્ટ્રસંત પ્રેરીત નવકાર નાદ જાપ કરવામાં આવેલ હતા. રોયલપાર્ક ઉપાશ્રયમાં મોટી-મોટી ર0 તપસ્યાઓ કરવામાં આવેલ હતી તેમજ આલોચણા કરવામાં આવેલ હતા. રોયલપાર્ક ઉપાશ્રયમાં 700 ઉપરાંત વ્યાખ્યાન તેમજ સંધ્યા કાલીન પ્રતિક્રમણ કરવામાં આવેલ હતા. બપોરના સમયે વિવિધ વેરાયટી સાથેની ગેઈમ તથા સ્પર્ધા સહિતના આઠેય દિવસના અનોખા આયોજન કરવામાં આવેલ હતા.
સંવત્સરીના પાવનદીને ડો. જય તુરખીયા અને ડો. વિરેન પટેલનું પૂ. સાધુ-સાધ્વીજી ની વૈયાવચ્ચ કરવા માટે બન્ને નું સન્માન કરવામાં આવેલ હતુ. સંવત્સરી પ્રતિક્રમણ સાંજે 6 વાગે કરવામાં આવશે. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘનું સંઘજમણ તા. 11/09/ર0રર ને રવિવારના રોજ 11 વાગે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, યુનિ. રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.