પૂ.નમ્રમુનિ મ.સા.ના નાભિનાદના આહવાને
સદ્ગુરૂ સાંનિધ્યે શ્રધ્ધાભાવી પ્રભુ ભક્તિમાં ભીંજાવવાનો અવસર
જીવનની કટોકટીની ક્ષણોમાં આત્માના ઊંડાણમાંથી સ્વયં સ્ફુરિત એલાં મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રને જીવનનો શ્વાસમંત્ર બનાવીને સિદ્ધહસ્ત કરી લેનારા રાષ્ટ્રસંત નમ્રમુનિ મ.સા.ના બહ્મનાદે ચાલી રહેલી ૨૧ દિવસીય સંકલ્પ સિદ્ધિ સાધનાના ચોથા તબક્કાનું આયોજન આગામી રવિવારે રોયલપાર્ક સનકવાસી જૈન સંઘ-ઓમાનવાલા ઉપાશ્રય, સી. એમ. પૌષધશાળા ખાતે કરવામાં આવ્યું છે.
વિશિષ્ટ પ્રકારના લય, વિશિષ્ટ પ્રકારની ગતિ, યોગ્ય આરોહ, અવરોહ અને પ્રભાવક શબ્દોના જોડાણને વિશિષ્ટ પ્રકારના સ્વર ગુંજન સાથે રાષ્ટ્રસંત નમ્રમુનીના મુખેથી કરાવવામાં આવતી આ મહાપ્રભાવક સંકલ્પ સિદ્ધિની સાધના દ્વારા દેશ-વિદેશના હજારો ભાવિકો પોતાના જીવનને આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત કરીને પ્રભુ પાર્શ્વનાની ભક્તિથી સમૃદ્ધ બનાવી રહ્યાં છે ત્યારે આવા અપૂર્વ અવસરનો લાભ આ વર્ષે રાજકોટના ભાવિકો પામીને ન માત્ર ધન્ય બની રહ્યાં છે પરંતુ એક અનેરી દિવ્યતાની અનુભૂતિ પણ કરી રહ્યાં છે.
સિદ્ધપુરુષના મુખેથી પ્રગટતાં મંત્રોચ્ચાર સો જ્યારે આ પ્રભાવક જપ સાધનાને શ્રદ્ધા-ભક્તિપૂર્વક ઝીલવામાં આવે છે ત્યારે તેમાંથી ઉદ્દભવતાં પોઝીટીવ તરંગો ભાવિકોના તન, મન અને જીવનની સમગ્ર નેગેટીવીટીને દૂર કરીને સર્વ પ્રકારે માંગલ્યનું સર્જન કરી દેતાં હોય છે.
અખંડ ૨૧ રવિવાર સુધી આ અદભુત સાધનામાં જોડાઈને મનોવાંછિત સર્વ સંકલ્પ સાકાર કરવા માટે આવતીકાલને રવિવારના ચર્તુ રવિવારીય સાધનાનો લાભ લેવા માટે દરેક ભાવિકોને રોયલપાર્ક સનકવાસી જૈન સંઘ-ઓમાનવાલા ઉપાશ્રય, સી. એમ. પૌષધશાળા, ૩/૮, રોયલપાર્ક, ગાદીપતિ ગિરીશચંદ્રજી મ.સા.માર્ગ, જી.ટી. રોડ સ્કૂલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે પધારવા સંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. સવારના ૯:૦૦ થી ૧૦:૦૦ કલાક દરમ્યાન જપ સાધના અને૧૦:૦૦ી ૧૧:૦૦કલાક સુધી રાષ્ટ્રસંત નમ્રમુનીના મુખેથી આચારાંગ સૂત્ર પર આગમ વાંચના ફરમાવવામાં આવશે.
આચારાંગ સૂત્ર અર્ધમાગધી ભાષામાં રચાયેલ પ્રભુ મહાવીરની પ્રમ દેશના છે. કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી ભગવાનના મુખેથી પ્રમવાર જે ઉપદેશ બોધ પ્રગટ યો તે શ્રી આચારાંગ સૂત્ર છે. આચારાંગ સૂત્ર આત્મ અસ્તિત્વનો અહેસાસ કરાવનાર સૂત્ર છે. તેના વિષયમાં ભગવાન મહાવીરે વૈરાગ્યમય વિવિધતાનું દર્શન કરાવેલ છે.