42 દિવસ પછી બીજા ડોઝ માટેનો કેમ્પ પણ યોજાશે
રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ તથા શેઠ ઉપાશ્રય જૈન સંઘ જેપીજી તથા યંગ ઇન્ડિયન્સ ગ્રુપના સહયોગ તથા પ્રેરણાથી તા.31ના રોજ સવારે 9થી રાજકોટ મહાનગર પાલિકા આયોજીત કોરોના વેક્સિનેશન કેમ્પમાં 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓએ કોરોના વેક્સિનનો બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.
દરેક વ્યક્તિએ આધાર કાર્ડ સાથે માસ્ક પહેરીને કાયદા મુજબથી વેકસીનનો લાભ લીધો હતો. વેક્સિન તદ્દન નિ:શુલ્ક આપવામાં આવી હતી. તેમજ સમય પ્રમાણે વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન સાથે વેકિસન આપવામાં આવી હતી.
મેયર તથા ડે. મેયરે દરેકને સુરક્ષીત કરવા કોવિડ 19 વેકિસન અચુક લ્યો તેવી અપીલ કરી હતી.
મ્યુ. કમિશ્ર્નર ઉદીત અગ્રવાલ, કલેકટર રેમ્યાબેન મોહને આ તકે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. મેયર પ્રદીપભાઇ ડવ ઉપસ્થિત રહી વેકિસન લેવાનો પ્રેરણા મેસેજ આપ્યો હતો.
સંઘપ્રમુખ ચંકાંતભાઇ શેઠે મેયર હાજરીમાં વેકિસનનો બીજો ડોઝ લીધો હતો.
વેકિસનેશન કેમ્પનું ઉદઘાટન તથા દીપ પ્રાગટય ડે. મેયર દર્શિતાબેન શાહ, આરોગ્ય ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, સ્થાનીક કોર્પોરેટર ચેતનભાઇ સુરેજા, જયોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા તથા પરેશભાઇ હમ્બલ, પૂર્વ કોર્પોરેટર અશ્ર્વિનભાઇ પાંભર તથા સંગઠનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે 42 દિવસ પછી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે વેકિસનેશનના બીજા ડોઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે થઇ યંગ ઇન્ડિયન્સ ગ્રુપના રૂષભભાઇ શેઠ, રાહુલભાઇ ડાંગર, પ્રણવભાઇ ભાલારા રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સંઘ સમિતિના ચંદકાંભાઇ શેઠની આગેવાની હેઠળ પપ્પુભાઇ મહેતા, વીરેશભાઇ ગોઠા, શેઠ ઉપાશ્રય સંઘ સમિતિ અને જે.પી.જી.ના ઉપપ્રમુખ શૈલેષભાઇ માઉ, મંત્રી હેમલભાઇ મહેતા વગેરે વેકિસનેશન કેમ્પમાં વ્યવસ્થા ગોઠવી હતી.
વધુ સંસ્થાને જોડીને રસીકરણ કેમ્પ યોજાશે: મેયર પ્રદિપ ડવ
મેયર ડો. પ્રદિપ ડવે જણાવાયું હતું કે, કોરો નાની મહામારીમાં રસી કરણએ જ માત્ર એક ઈલાજ છે વ્યક્તિએ બંને ડોઝ લીધા બાદ એન્ટીબોડી થતું હોય છે અનેક લોકોના શરીરના તપાસમાં પણ ખૂલ્યું છે કોરોના કોરડા વેક્સિન પણ લોકો સંપૂર્ણ સંકોચ વગર અને વગર લોકો લાભ લે એ ઉદ્દેશથી રાજકોટ મહાનગરપાલિકા અને સમાજની અલગ-અલગ સંસ્થા સાથે મળીને કોરોના વેક્સિંગ કેમ્પનું આયોજન કરી રહી છે જેમાં આજે રોયલ પાર્ક જૈન ઉપાશ્રય ખાતે ચંદ્રકાંતભાઈ શેઠ અને તેમના સંસ્થાના અલગ-અલગ શ્રેષ્ઠીઓ દ્વારા ખૂબ સારું આયોજન વેક્સિનેશન કેમ્પનું કરવામાં આવ્યું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીં કોરોના કેમ્પનોે લાભ લેવા આવી રહ્યા છે એકસાથે મળીને આ કોરોના મહામારીનો હરાવાની છે અને સ્વસ્થ ભારત અને સ્વસ્થ રાજકોટ નું નિર્માણ કરવાનું છે આજના દિવસે અલગ-અલગ 8 સ્થળ પર કેમ્પ નું આયોજન કર્યું છે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ આ કેમ્પમાં મળી રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ અલગ અલગ સંસ્થાઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિેક્સન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવશે
અન્ય સંસ્થાઓના સહકારથી વધુ કેમ્પ યોજીશું: ચંદ્રકાંત શેઠ
ચંદ્રકાંતભાઈ શેઠે જણાવ્યું હતું કે શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ ના આંગણે રાજકોટ કોર્પોરેશનના સંપૂર્ણ સહયોગથી તેમજ યંગ ઈન્ડિયન, શેઠ ઉપાશ્રય ,જૈન સંઘ, જે પી ગ્રુપ સહકારથી કાલાવડ રોડના વડીલો તેમજ 45 વર્ષની ઉપરના લોકો માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારના આઠ વાગ્યાથી લોકો અહીં આવવા લાગ્યા છે અને 120 જેટલા ટોકન આપવામાં આવ્યા છે અને 90 જેટલા લોકોએ વેક્સિન લઈ લીધી છે અને સાંજ સુધી હજુ કેમ્પ શરૂ રહેશે અમારી ગણતરી 400 થી 500 જેટલા લોકોને વિેક્સન મળી રહે તેવી છે અને જરૂર પડશે તો આવતી કાલે પણ કેમ્પસ શરૂ રાખશું
આવનારા દિવસોમાં જૈનમ જૈન વિઝન યુવા ટીમ ઘણા બધા મારા જૈન ગ્રુપો ગુરુકુળ દેરાસરોમાં પણ રસીકરણ કેમ્પ થવાનો છે અમારા એ બધા સાથે મિટિંગ થઈ ગઈ છે વારાફરતી બધી જગ્યાએ કેમ્પસ રહેશે જ્યાં સુધી રાજકોટ ખાતે મેક્સિમમ સંખ્યા આવરી લેવાશે નહીં ત્યાં સુધી અમે રજીસ્ટ્રેશન કેમ્પ શરુ રાખું છું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ લોકોને વેકિસન લેવાની અપીલ કરી રહ્યા છે અમે પણ તેઓને અપીલ કરી છે આ પ્રથમ ડોઝ માટેનો કેમ્પ હતો હવે પરિવાર અમે બીજા તબક્કા માટે પણ આ સ્થળ પર વ્યક્તિનો કેમ્પનું આયોજન કરવાના છીએ. કલેકટર અને આરએમસી તેમજ દરેક તંત્રનો ખૂબ જ સહયોગ મળ્યો છે
વધુને વધુ લોકો રસીકરણ કરાવે: હેમલભાઇ મહેતા
હેમલભાઈ મેહતાએ જણાવાયું હતું કે, કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે હાલ એક જ ઉપાય છે વેકિસનેસન તેમજ વેક્સિન લેવું ખૂબ જરૂરી છે કોરોના સામેની લડાઈમાં આપણે સૌ સાથે મળી અને વધુમાં વધુ લોકો ને વેક્સિન નો લાભ મળે તેની તકેદારી રાખવી જરૂરી છે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ અથાક મહેનત કરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં લોકોને વેક્સિીન લેવાની અપીલ પણ કરી રહ્યા છે હાલ રોયલ પાર્ક જૈન ઉપાશ્રય ખાતે જૈન તથા તમામ વર્ગના લોકો માટે એક જબરદસ્ત સુવિધા થી સજ્જ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને મારી અપીલ છે કે વધુમાં વધુ લોકોએ વેકસીનનો લાભ લેવો અત્યંત જરૂરી છે