રોયલ પાર્ક જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સાપ્તાહિક ઉજવણી બાદ સંવત્સરી મહાપર્વની ક્ષમાપના પાઠવી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રોયલ પાર્ક જૈન સંઘ દ્વારા તમામ તપસ્વીઓનાં પારણા અને વરઘોડાનું આયોજન કરાયું હતુ. તપસ્વીઓની શોભાયાત્રામાં જૈન-જૈનેતર ભાવિકોએ અનુમોદનાનો લાભ લીધો હતો. તપસ્વીઓને મગ અને ગોળના પાણીથી પારણા કરાવવામાં આવ્યા હતા. આ પાવન પ્રસંગે જીનાલયમાં ધર્મોલ્લાસનો માહોલ છવાયો હતો. સાથોસાથ સંઘ જમણમાં જૈનોએ સમુહ ભોજન કરી પરસ્પર વિચારો અને લાગણીનું આદાન પ્રદાન કર્યું હતુ.
Trending
- 70 વર્ષથી વધુ વયના વડિલો માત્ર આધાર કાર્ડ રજુ કરી આયુષ્યમાન કાર્ડ મેળવી શકશે
- Okha: બેટ ગુરુદ્વારા મંદીરે કરાઈ ગુરૂનાનક જયંતીની ઉત્સાહ ભેર ઉજવણી
- ખબર છે!!! ગુજરાતના દીપડાને ક્યાં કાંડનાં લીધે થઈ આજીવન કેદ..?
- અમારી લડત કૌભાંડ સામે છે, ડિરેક્ટર પદ માટે નહિં: કલ્પક મણિયાર
- જૂનાગઢ મહાપાલિકા અને 79 પાલિકામાં નવા સિમાંકન મુજબ બેઠકોની ફાળવણી
- ગુજરાતના આદિવાસીઓના ઘરમાં જોવા મળે છે અનોખી ઘડિયાળ
- એવું તો શું થયું અમદાવાદમાં કે, એક રાત હોટેલ રૂમ બુક કરાવવાની કિંમત 50 હજાર રૂપિયા!
- Jamnagarમાં ગુરૂનાનક દેવજીની 555મી જયંતીની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ