ઈલેક્ટ્રીક બાઈક, ફ્રીજ, ટીવી,સોનાના ચેન , સાઈકલ ,ઘરઘંટી ,મોબાઈલ ,મિક્સર સહિતના ઇનામો વિજેતા બનેલા ખેલૈયાઓને અપાયા
માતાજીની આરાધના અને ભક્તિનો મહાપર્વ એટલે નવરાત્રિ. આ નવલા નોરતાના નવ દિવસ ગઈકાલે પૂર્ણ થયા પરંતુ બે વર્ષ સુધી જે નવરાત્રિનું આયોજન દરમિયાન કરવામાં ન આવ્યું હતું તે બે વર્ષ બાદ આ વર્ષે આયોજન કરાતા આ વર્ષમાં જ ફેલાયા હોય બે વર્ષની અસર પૂર્ણ કરી હોય તેમ ગરબે ઘૂમ્યા હતા. કોરોના કાળમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જે મહામારીમાંથી બહાર નીકળ્યા બાદ નવરાત્રિના તહેવારમાં લોકો બધું જ ભૂલી અને માતાજીની આરાધના કરી ગરબે ઘૂમી હતા.
ત્યારે નવમા નોરતે ’અબતક રજવાડી ’ મેગા રાઉન્ડનું આયોજન કરાયું હતું જેમાં પ્રથમ દિવસથી લઈ આઠમા નોરતા સુધી જે પ્રિન્સ અને પ્રિન્સેસ બન્યા હોય તે ખેલૈયાઓ વચ્ચે આયોજન કરાયું હતું. આ મેગા રાઉન્ડમાં કિંગ અને ક્વીન બનેલા અવનવા લાખેડા ઇનામોથી નવાજવામાં આવ્યા હતા.અવ્વલ આવેલા સિનિયર ક્વીન અને કિંગ ને ઇલેક્ટ્રીક બાઈક અપાયા ત્યારે જુનિયર ક્વીન અને કિંગને સાઇકલ અપાઈ હતી.તેમ 60 જેટલા ખેલૈયાઓને લાખેણા ઇનામની ભેટ અપાય હતી.
’અબતક રજવાડી ’ ના ખેલૈયાઓના તો રજવાડી ઠાઠ છે.કેમકે 60 જેટલા ખેલૈયાઓને લાખેણા ઇનામોથી નવાઝાયા હતા. જેમાં વાત કરવામાં આવે તો સિનિયરમાં પ્રથમ નંબર આવેલા દેવાંગી ભેંસદડીયા અને અર્જુન ગોવાણીને ક્વીન અને કિંગ બનાવી તેને ઈલેક્ટ્રીક બાઈક અપાયા હતા. જ્યારે રનર્સ ઓફ આવેલા દ્રષ્ટિ ભુવા,મૈત્રી પટોડીયા,નીરવ પીઠડીયા,કૌશિક લાલકિયા,સંદિપ મકવાણા અને નીતિન મેર ટીવી,ફ્રીજ,ઘરઘંટી અને સોનાના ચેન જેવા ઇનામો અપાયા હતા. જ્યારે સિનિયર બી ગ્રુપમાં આવેલા વૈદેહિ કાકડિયા ,હેમાલી પટેલ,ભાવિકા પરમાર,ભવદિપ ગોહેલ,જય રાઠોડ,ખોડીદાસ ભુત,હિરેન જયસ્વાલ અને રોની વાવડીયાને પણ ઈનામોથી નવાઝવામાં આવ્યા હતા.જ્યારે જુનિયર ગ્રુપમાં સંધ્યા મઢવી,શિવાંગી વાળા,પુર્વી મારૂ,વૃંદા ગજીયા,જીયા,દેવાંશી વાળા,પંક્તિ નોંધણવદર શ્રેયાબા બારડ,ફેનિલ તાળા,ધ્યેય જાદવ,અભિ મકવાણા અને કુશાલ બુસાને સાઈકલ અને ફ્રીજ જેવા ઇનામો અપાયા હતા.
-
અવ્વલ આવેલી ક્વિન દેવાંગી ભેંસદડીયા અને કિંગ અર્જુન ગોવાણીને ઇલેક્ટ્રીક બાઈક અપાયા
-
જુનિયર ક્વીન અને કિંગને સાઇકલ અપાઈ