રોયલ એનફીલ્ડ (Royal Enfield)એ Bullet 350ના નવા મોડલને લોન્ચ કર્યું છે. જોકે, તેની કિંમત્ત જૂના મોડલ કરતા ઓછી છે. આ બુલેટની કિંમત્ત 1.12 લાખથી શરૂ થાય છે, ત્યાં જ Bullet 350 ESની કિંમત 1.27 લાખથી શરૂ થાય છે. જાણકારી અનુસાર નવા મોડલને ઘણા કલર ઓપ્શનમાં ઉતારવામાં આવ્યા છે. નવું બુલેટ સ્ટાન્ડર્ડ મોડલથી લગભગ 11000 રૂપિયા અને ES વર્ઝનથી લગભગ 22000 રૂપિયા સસ્તુ છે.
આ મોડલનું નામ Bullet 350 RE રાખવામાં આવ્યું છે. બંને મોટરસાઇકલમાં 346 સીસી સિંગલ સિલિન્ડર એન્જિન છે જે 20PS, 5,250rpm પાવર જનરેટ કરે છે અને 4,000rpm પર 28Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ બુલેટ 280 એમએમ ડિસ્ક બ્રેક, સિંગલ ચેનલ એબીએસ અને 153 એમએસ ડ્રમ બ્રેકથી લેસ છે.