ગેલેકસી, સ્પીડ કિંગ, ડીસ્કવરી, રોડ સ્ટાર કંપનીના વિવિધ મોડલ ઉપલબ્ધ: સોશિયલ ઓફર
હાલમાં મોંઘવારીએ માઝા મુકી હોય તેમ તમામ વસ્તુઓના ભાવ કુદકે અને ભુસકે વધી રહ્યા છે. પેટ્રોલ-ડિઝલ વાળા વાહન ચલાવવા તો જાણે મુસીબત બની ગઇ હોય તેમ સો રૂપિયાને પાર પહોંચ્યા છે ત્યારે હાલમાં પેટ્રોલ-ડિઝલ વાળા વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રોનિક વાહનોનો વિકલ્પ અતિ ઉતમ છે. હાલમાં તેની બોલબાલા પણ વધી રહી છે ત્યારે રાજકોટમાં રોયલ ઇલેકટ્રો સ્ટોરનો કુવાડવા રોડ પર આજે શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઇલેકટ્રીક વેહીકલ માં ગેલેકસી, સ્પીડ કિંગ, ડીસ્કવરી, રોડ સ્ટારના વિવિધ મોડલ ઉપલબ્ધ છે. શુભારંભ થતા આજરોજ રોયલ ઇલેકટ્રો દ્વારા ઇ-હેહીકલની ખરીદી પર રૂ. 3333 ની ઓફર રાખવામાં આવી છે. રોયલ ઇલેકટ્રો સ્ટોરનો શુભારંભ થતા ઓનર હિતેષભાઇ બુસાને પરિવારજનો તથા મિત્ર વર્તુળ તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આજના દિવસ માટે સ્પેશ્યલ ઓફર રાખેલ છે: હિતેષ બુસા
ર‘અબતક’ સાથેની વાતચીતમાં રોયલ ઇલેકટ્રોના ઓનર હિતેષ બુસાએ જણાવ્યું હતું કે આજથી અમે ઇ-વેડીકલ સ્ટોરનો શુભારંભ કરેલ છે. આજે અમે ગ્રાહકો માટે સ્પેશ્યલ ઓફર રાખી છે. જેમાં કોઇપણ ઇ-વેહીકલ પર રૂ. 3333 ઓફર રાખેલ છે. અમારી પાસે રોડ સ્ટાર, ગેલેકસી, સ્પીડ કીંગ, ડિસ્કવરીના વેહીકલ ઉપલબ્ધ છે. આ તમામ ઇ-વેહીકલ મેડઇન ઇન્ડિયાછે. બધા જ પ્રકારના સ્પેર પાર્ટસ મળી રહેશે. પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલ-ડીઝલ વાળા વાહનો 5-7 રૂપિયા કિલો મીટર ચાલે છે. જયારે ઇ-વેહીકલ 70 થી 75 પૈસા પર કિલોમીટર ચાલે છે. તેથી ઇ-વેહીકલ ફાયદારુપ છે પ્રદુષણને નિયંગીત રાખે છે.
પોલ્યુશનને રોકવા ઇ-વેહીકલ બેસ્ટ ઓપશન: અજય ઢોલરીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં અજય ઢોલરીયાએ જણાવ્યું હતું કે આજરોજ રોયલ ઇલકેટ્રોનું ઓપનીંગ કરવામાં આવેલછે. સ્ટોરમાં ઇ-વેહીકલ રાખવામાં આવ્યા છે. ભારત સરકારનું ગ્રીન મીશન છે કે આપણે સૌ પેટ્રોલ ડીઝલનો ઉ5યોગ ઓછો કરી વધુમાં વધુ ગ્રીન એનજી તરફ જઇએ. જેવી રીતે સોલાર એનજી ચાલે છે તેવી જ રીતે ઇલેકટ્રીક એનજીમાં ઇ-વેહીકલ થકી પોલ્યુશન કંટ્રોલ કરી શકીએ. તે ઉદેશ્યથી અમોએ રોયલ ઇલેકટ્રો ઇ-વેહીકલ સ્ટોરનો પ્રારંભ કર્યો છે. આ ઇલેકટ્રીક વે-હીકલ ઓછા બેટરી ક્ધસપ્શન ચાલે છે. વિઘાર્થીઓ માટે ફેનીફીશીયલ છે. આ વેહીકલનો ઉ5યોગ કરવાથી જે પેટ્રોલના વાહનો ઉપયોગ કરી તેની સામે પાંચ વર્ષમાં ઇ-વેહીકલ ફ્રી થઇ જશે. અને લાઇફ ટાઇમ ચાલતુ રહેશે. સ્પેટ પાર્ટસ મેઇન્ટેનન્સ, બેટરી મેઇડ ઇન ઇન્ડિયા વાળુ મળવા લાગ્યું છે.
અમારી પાસે જુદા જુદા ચાર મોડલ છે રોડસ્ટાર, ગેલેકસી વગેરે ઇ-વેહીકલનું ઇકોનોમીક કોસ્ટીંગ ઘણું ઓછું આવે છે. બેટરીની લાઇફ રીપલેસેબલ હોય છે. હવે ઇ-વેહીકલમાં ઘણું બધું ઇમ્પ્રુવમેનટ આવ્યું છે. ઇ-વેહીકલ અમુક સ્પીડ વેરીયન્ટમાં મળતા હોય છે. અમારી પાસે 60, 70 થી 75 કિલોમીટરની સ્પીડવાળા વાહનો છે. આ ઇ-વેહીકલ ઓછી એનજી કોસ્ટથી બેટરી ચાર્જ થાય છે. બેટરી રીચાર્જ ઘરે જાતે કરી શકાય છે. ઘણા ફાયદાઓ છે.