પદાધિકારીઓ, અધિકારીઓ, સામાજીક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશે

ઉપલેટા શહેરમાં સૌપ્રથમ વખત એપલ ગ્રીન ગ્રુપ દ્વારા કે.કે.એન્ટરટેઈન્મેન્ટસના સથવારે ફકત ફેમિલિ માટે જ અર્વાચિન નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

રોયલ કલબ ફેમિલિ દાંડિયા-૨૦૧૭ વિશે માહિતી આપતા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ગ્રુપના આયોજકો સંજય બોરખતરીયા, ડો.પિયુષ બોરખતરીયા, લકકીરાજસિંહ જાડેજા, ઉતમ ઠુમર (ભોલે), સચીન કજીપરા અને કેયુર વેકરીયાએ જણાવેલ કે શહેરના રોયલ ફેમિલિ માટે એપલ ગ્રીન પાર્ટી પ્લોટના નૈસર્ગિક સાનિધ્યે દિલના દ્વારેથી મનના મોરલિયેથી આવો વધાવિયે રંગીલા ટેલિવઝન રોયલ કલબ ફેમિલિ દાંડિયા અર્વાચીન નવરાત્રીનું આજે સાંજે ૯ કલાકે ખાખીજાવીયા રોડ ઉપર એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં જુનાગઢના કલેકટર ડો.રાહુલ ગુપ્તા તેમજ અનુજા ગુપ્તની પ્રેરક ઉપસ્થતિમાં પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, રાજયમંત્રી જયેશભાઈ રાદડિયા, ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયા, નગરપાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, આર.ડી.સી.બેંકના ડિરેકટર હરિભાઈ ઠુંમર, જુનાગઢના યુવા ઉધોગપતિ કલ્પેશભાઈ પટેલ, વિવેકભાઈ ગોહિલ, મેમણ ઉધોગપતિ જુનેદભાઈ નાથાણીના વરદ હસ્તે માતાજીની આરતી ઉતારી નવરાત્રી મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવશે.

આ તકે અતિથિ તરીકે જીલ્લા દુધ ઉત્પાદક સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા, યાર્ડના ચેરમેન માધવજીભાઈ પટેલ, પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ, યાર્ડના વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, સંઘના પ્રમુખ વલ્લભભાઈ સખીયા, જીલ્લામંત્રી ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, શિક્ષણ સમિતિના ચેરમેન રમણીકભાઈ લાડાણી, કડવા પટેલ સમાજના પ્રમુખ ગોપાલભાઈ ઝાલાવડિયા, રાજપુત સમાજના પ્રમુખ રણુભા જાડેજા, બ્રહ્મ સમાજના પ્રમુખ હસુભાઈ પંડયા, આહિર સમાજના પ્રમુખ વિક્રમભાઈ સુવા, બ્રહ્મસમાજના પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ વિરમગામા, નગરશેઠ અમિતભાઈ શેઠ, રાજ બેંકના ટ્રસ્ટી કમલભાઈ ધામી, આચાર્ય સંઘના મહામંત્રી જે.એમ.માંગરોલીયા, મામલતદાર એ.એમ.ભડાણીયા, ચીફ ઓફિસર અમિતભાઈ પંડયા, પી.આઈ એમ.વી.ઝાલા, જીઈબીના અધિકારી એ.વી.સાંગણી, ઉધોગપતિ ધરણાંતભાઈ સુવા, જામકંડોરણા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, યાર્ડના પ્રમુખ વિઠ્ઠલભાઈ બોદર, કડવા પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ નિતિનભાઈ અઘેરા, પીઠળ ખોડલધામ સમિતિના વિઠ્ઠલભાઈ વોરા, સુધરાઈ સભ્યો ગ્રુપના દિપકભાઈ સુવા, અરજણભાઈ સુવા, ગોવિંદભાઈ બારૈયા, મનોજભાઈ નંદાણીયા, કનુભાઈ સુવા, શહેર કોંગ્રેસ બાબુભાઈ ડેર, અગ્રણી આગેવાનો મિતેશભાઈ અમૃતિયા, બટુકભાઈ મુરાણી, સતિષભાઈ સોજીત્રા, લલીતભાઈ પાદરીયા, કમલેશભાઈ ચંદ્રવાડિયા, મનુભાઈ સોજીત્રા, પરેશભાઈ ઉંચદડીયા, કિરીટભાઈ પાદરીયા, નરેશભાઈ લકકડ સહિત મહાનુભાવ હાજરી આપશે.

આ અંગે વધુમાં આયોજકોએ માહિતી આપતા જણાવેલ કે તા.૨૦/૯ થી ૧/૧૦ સુધી ૧૨ દિવસ દરરોજ મેગા ફાઈનલ, રંગબેરંગી થીમ સાથેના ડેઈલી ઈવેન્ટસ, પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, બેરર કપલ, બેસ્ટ ગીફટ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ખેલૈયાઓના સીઝન પાસના રૂ.૩૦૦ તેમજ સીઝન પાસના રૂ.૪૦૦ રાખવામાં આવેલ છે. ડેઈલી તેમજ સિઝન પાસ મેળવવા માટે આયોજકોનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.