લીંબડી તમામ સુખડીયા પરિવાર તરફથી ચાર ટીમનું આયોજન કરી ડે-ટુનામેન્ટ કરવામાં આવી. આ ડે-ટુનામેન્ટ નું આયોજન રાજુભાઇનાં જીનમાં કરવામાં આવ્યું હતું તેમજ આ ટુનામેન્ટમાં ૧૮ થી ૩પ વર્ષની ઉંમરનાં લોકોએ ભાગ લીધો હતો. આ ટુનામેન્ટમાં ફાઇનલમાં રોયલ ચેલેન્જે વિજય પ્રાપ્ત કરેલ તેમજ લાયન રોક (ઉમેશભાઇ ની) ટીમ હારી ગઇ હતી.
ફાઇનલમાં વિજય પ્રાપ્ત કરેલ રોયલ ચેલેન્જ ટીમને કપ આપવામાં આવ્યો હતો. રોયલ ચેલેન્જ ટીમમાં વિપુલભાઇ કેપ્ટન, ધમાભાઇ વાઇસ કેપ્ટન, મગનભાઇ, સાગરભાઇ, વિશાલ, પ્રતિક વિજયભાઇ, ધ્રુવ શેઠ, કમલ શેઠ, દશરથ (પાર્થ), રૂષભ, પીન્ટુભાઇ, હર્ષ (કાનો), અંકિતભાઇ એ ભાગ લીધો હતો અને ટીમને વિજયી બનાવી હતી. વિજયી થયેલી રોયલ ચેલેન્જ ટીમનાં લોકોમાં જીત થવાનો ઉત્સાહ જોવા મળયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com