- ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી ગુજરાતનું ગૌરવ વધારવાનો શ્રેય ધનંજય ઉપાધ્યાયના શિરે
રાજકોટના પ્રખ્યાત સિંગર અને રોયલ એકેડેમી ઈન્ડિયાના 400+ મેમ્બર્સ પૈકી માંથી- ફેમસ ધનંજયભાઈ ઉપાધ્યાય રોયલ એકેડેમી હોલ(નવકાર વર્લ્ડ)માં સતત 12 કલાક સુધી સિંગિગ કરી એક રેકોર્ડ સ્થાપ્યો છે. આ માટે રોયલ એકેડેમી ઈન્ડિયાના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ એ વિના મૂલ્યે સેવા પુરી પાડી હતી. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્રારા ધનંજયભાઈ ઉપાધ્યાય ને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું અને સાથે . ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ ની ટીમ દ્રારા ધનંજયભાઈ ઉપાધ્યાયને દંડવત પ્રણામ કરી આ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં રાજકોટના મોટાભાગના સંગીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોયલ એકેડેમી ઈન્ડિયા ના ચેરમેન ચંદ્રકાંતભાઈ શેઠ અને ડાયરેક્ટર સોનાબેન શાહ, ફાલ્ગુનીબેન મહેતા, સોનલબેન ચાવડા,એન્જલબેન ગાંધી વગેરે સાથે રહી ધનંજયભાઈ ઉપાધ્યાય ને અભિનંદન આપી બહુમાન કર્યું હતું.હેમુ ગઢવી હોલની અંદર ભરચક ઓડીયન્સ વરચે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું રાજકોટની મોટી મોટી હસ્તીઓએ તેમને અભિનંદન આપેલ હતા.ઓગષ્ટ માસમાં રાજકોટના સંગીત પ્રેમીઓ સાથે મળી અનેરું સન્માન કરવાના ભાવ રાખે છે.
અબ તકની શુભેચ્છા મુલાકાતે આવેલા ધનંજય ભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતું કે મેં કોરોના કાળમાં છ કલાક કર્યો હતો તેને લઈને મેં એક લક્ષ્ય બાંધ્યું હતું કે જો હું છ કલાક સિંગિંગ કરી શકું તો 12 કલાક સિંગિંગ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવી શકો અને નામ નોંધાવીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારી શકો ત્યારબાદ મેં સતત મહેનત કરી અને ખાસ તો ચંદ્રકાંતભાઈ શેઠનો સહયોગ અને સોનલબેન શાહ તેમજ ના સહયોગથી આ કાર્ય સફળતાપૂર્વક હાસિલ કરી શક્યો છું