- અબતકની મુલાકાતમાં “રોયલ એકેડેમી ઇન્ડિયા” પદાધિકારીઓએ સંગીત પ્રેમીઓને મોહમ્મદરફી યાદમાં યોજાનારા કાર્યક્રમોનો લાભ લેવા કર્યો અનુરોધ
સ્વર સમ્રાટ પાશ્વ ગાયક મોહમ્મદ રફી ની 100 મી જન્મ જયંતી ની યાદગાર ઉજવણી માટે 400 થી વધુ સંગીત પ્રેમી સભ્યો ધરાવતી રોયલ એકેડેમી ઇન્ડિયા દ્વારા સુરેલી સફર સંગીત નો એક અનોખો કાર્યક્રમ યોજાશે મહમદ રફી ની યાદી સજીવન કરવા રોયલ એકેડેમી ઇન્ડિયાના સુરીલા સફર નું આવતી કાલે 25મી ડિસેમ્બર ના રોજ રોયલ એકેડેમી ના નવકાર વર્લ્ડ એસી હોલ બોમ્બે હોટલ સામે ગોંડલ રોડ ખાતેમાં રાત્રે 8થી 11 સુધી આયોજન કરવામાં આવ્યું છે. અબતકની મુલાકાતે આવેલા મનીષભાઈ પેશાવરીયા, અબ તક ના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સદીના પાર્શ્વ ગાયક મહાનાયક મહમદ રફી ની 100 મી જન્મ જયંતિ રાજકોટમાં યાદગાર રીતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે હજારો ગીત ગાયને ભારતીય સંગીત ક્ષેત્રમાં અમર થયેલા મહમદ રફી ની 100 ની જન્મ જયંતી નિમિત્તે સંગીત સંધ્યા ના કાર્યક્રમમાં રોયલ એકેડેમી ઇન્ડિયા અને સુરીલા સફર ગ્રુપના ગાયક કલાકારો અનોખી કલા દ્વારા કરાઓકે ટ્રેક પર મહમદ રફી ના ગીત ગુન ગુનાવી રફીયુગ સજીવન કરશે. તેમજ સુરીલા સફર ગ્રુપના ગાયક રૂંધો પોતાની અનોખી કલા દ્વારા મધુર સ્વર લહેરાવ્યા હતા
રોયલ એકેડેમી ઇન્ડિયા ની સંગીત સાધના અનોખી માનવામાં આવે છે રોયલ એકેડેમી ના સિંગર ને પ્રોત્સાહન મળે તે માટે નિશુલ્ક સંગીત સેવા આપે છે અઠવાડિયામાં પાંચ દિવસ પ્રેક્ટિસ કાર્યક્રમ રાખી ઉભરતા નવા કલાકારોને સ્ટેજ માટે સંસ્થા નિમિત બને છે 25 ડીસે,ના રોજ યોજાનાર કાર્યક્રમમાં રફીયુગ સજીવન થશે
આ કાર્યક્રમને સફળ બનાવવા ચંદ્રકાંતભાઈ શેઠ મનીષભાઈ પેશાવરીયા ની આગેવાનીમાં ફાલ્ગુનીબેન મહેતા સોનાબેન શાહ સમીરભાઈ શાહ મહેશભાઈ ચાવડા નયનાબેન મોદી દીપ્તિબેન જોશી બિન્દુબેન દોમડીયા જહાનવી બેન રાવલ ચાંદનીબેન રાણીંગા કામિનીબેન રાણપરા શ્રુતિબેન રાણપરા નિશાબેન ભટ્ટી જીએસ ભાઈ ગજ્જર એન્કર પોતાના કંઠે મહમદ રફી ના ગીતો રજૂ કરશે 25 ડિસેમ્બર યોજનાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સંગીત પ્રેમીઓને રોયલ એકેડેમી ઇન્ડિયા ના પદાધિકારીઓએ અનરોધ કર્યો હતો
અબતકની શુભેચ્છા મુલાકાતમાં ફાલ્ગુની બેન મહેતા, સોનાબેન શાહ સમીરભાઈ શાહ મહેશભાઈ ચાવડા નયનાબેન મોદી દીપ્તિબેન જોશી એ ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ ભારતી કાર્યક્રમની ખીચડીથી પહેલા જેવી મજા નથી આવતી: સંગીત પ્રેમીઓની વેદના
અબતકની મુલાકાતે આવેલા રોયલ એકેડેમી ઇન્ડિયાના મનીષભાઈ પેસાવરીયા અને ટીમ દ્વારા ગીત સંગીતને સમાજ જીવનનો અંગ ગણાવી ઉમેર્યું હતું કે રાજકોટ વિવિધ ભારતી ના હવા મહેલ જેવા કાર્યક્રમો લોકોએ વર્ષો સુધી માન્યો હવે અનેક કાર્યક્રમો અને કાર્યક્રમની ખીચડી જેવી સ્થિતિ થી વિવિધ ભારતી ની મજા ચાલી ગઈ છે વિવિધ ભારતી માં રાજકોટ કેન્દ્ર અને તેના સંબંધિત સ્થાનિક કાર્યક્રમો વધારવા જોઈએ તેવી હિમાયત આગેવાનોએ કરી હતી