જમીન પ્રશ્ને સામાન્ય રજુઆત માટે આવેલા દલિત સમાજના રજુઆતકર્તાના ઘરે અને કલેકટર કચેરીએ ચાંપતો બંદોબસ્ત
મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં જમીન કેસમાં સામાન્ય રજુઆત કરવા આવી રહેલ દલિત પરિવાર આત્મવિલોપનનો પ્રયાસ કરે તેવી દહેશત અને અફવાને પગલે ગઈકાલે પોલીસ અને કલેકટર કચેરીના અધિકારીઓને દોડ ધામ થઈ પડી હતી.
મોરબીમાં ગઈકાલે બનેલી એક ઘટનામાં ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ સર્જાયો હતો.જેમાં દલિત આધેડ જમીન મામલે રાજુઆત કરવા આવતા હોય કદાચ આત્મવિલોપન કરે તેવા એંધાણથી પોલીસ તંત્ર સાબદું થઈ ગયું હતું.પરંતુ દલિત આધેડ પોતે આત્મવિલોપનની કોઈ ચિમકી આપી ન હોવાનું કલેક્ટરને જમીન મામલે રાજુઆત કરવા આવ્યા હોવાનું જણાવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
શકતશનાળા ગામના દલિત આધેડ અરજણભાઈ જેઠાભાઈનો જમીન મામલે કેસ ઘણા વર્ષોથી કોર્ટમાં ચાલતો હતો.અને કોર્ટ તેમની તરફેણમાં હુકમ કરીને આ જમીન તેમના નામે બે નંબરમાં કરી હતી.આથી તેઓ પોતાની જમીન બે નંબર ને બદલે એક નંબર માં કરી આપવા કલેક્ટર માં રજુઆત કરી હતી. તેથી આ રજુઆત સંદર્ભે તેમને કલેક્ટરે બોલાવ્યા હતા.તેથી દલિત આધેડ આજે રજુઆત કરવા આવતી વખતે કદાચ આત્મવિલોપન કરે તેવી ભીતિથી પોલીસ તંત્ર સાબુદ થઈ ગયું હતું.
જો અને તો જેવી સ્થિતિમાં દલિત પરિવારના ઘરે તથા કલેક્ટર કચેરીએ ચાંપતોબંદોબસ્ત ગોઠવી દીધો હતો.તેમજ આધેડને પોલીસે તેમના ઘરેથી જ ઉપાડી લઈ જિલ્લા કલેક્ટર ને રજુઆત કરવા લઈ ગઈ હતી. જો કે દલિત આધેડ જણાવ્યું હતું કે તેમણે આત્મવિલોપન ની કોઈ ચીમકી આપી ન હતી.આથી આ ઘટનામાં ખોદયો ડુંગર નીકળ્યો ઉદર જેવો ઘાટ સર્જાયો હતો.અને કલેક્ટર આ જમીન કેસ મામલે ૨ માસની મુદત આપીને આ અંગે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.