અબતક, ચેતન વ્યાસ, રાજુલા

રાજુલાના ભેરાઇ ગામે ફોર-વે ચોકડી પાસે આવેલ એલ.સી.એલ. લોજેસ્ટિક પ્રા.લી. દ્વારા ગુજરાતી વર્કરો સાથે અમાનવીય વર્તન તથા ગુજરાતી વર્કરોને પગાર પણ ઓછો આપવામાં આવતો હોય તેમજ અન્ય પ્રાન્તના કર્મચારીઓને પગાર પણ વધુ આપતા હોય અને અન્ય સવલતોમાં પણ ભેદભાવ રાખવામાં આવતો હોય જેથી માનસિક ત્રાસ આપતા હોય તે અંગેની રજુઆત કોંગ્રેસ અગ્રણી બાબુભાઇ રામને રજુઆત કરવામાં આવતા બાબુભાઇ રામ દ્વારા આ તમામ પ્રશ્ર્નોની રજુઆત રામે જીલ્લા કલેકટર તેમજ નાયબ કલેકટરને તથા શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગરને કરેલ છે.

રામે પોતાની રજુઆતમાં એવું જણાવવામાં આવેલ ે કે એલ.સી.એલ. લોજેસ્ટીક પ્રા.લી. કંપની દ્વારા આઉટ સ્ટેટના એટલે કે બિન ગુજરાતી અધિકારીઓ દ્વારા ગુજરાતી કર્મચારીઓ, વર્કરો સાથે ખુબ જ ખરાબ વર્તન કરે છે અને ભેદભાવ રાખે છે તેમજ ઇરાદાપૂર્વક શારિરીક, આર્થિક, માનસીક ત્રાસ આપે છે. તેમજ ગુજરાતી કર્મચારીઓને કોરા કાગળોમાં અથવા પોતે જાણતા ન હોય તેવી ભાષામાં લખાણ કરીને તેમાં સહીઓ કરાવી લેવામાં આવે છે. જે કર્મચારીઓને નુકશાનકર્તા હોય છે તેમજ આ એલ.સી.એલ. કંપની ગુજરાતી કર્મચારીઓને બીન ગુજરાતી કર્મચારીથી અડધો જ પગાર આપે છે. અને છેલ્લા ઘણા સમયથી ગુજરાતી કર્મચારીઓનો પગાર વધારવામાં આવેલ નથી.

આ રીતે બીન ગુજરાતી અધિકારીઓ દ્વારા ગુજરાતી કર્મચારીઓનું શોષણ કરી રહેલ છે. તેમજ આ કંપની  દ્વારા નિયમ મુજબ પી.એફ. કે પ્રોફેશનલ્સ ટેકસ પણ ભરવામાં આવતો નહી હોવાનું બાબુભાઇ રામના ઘ્યાન પર આવેલ છે જે અંગે પણ અધિકારીઓ યોગ્ય કરે તેવી માંગ રામ દ્વારા કરવામાં આવેલ છે. તેમજ નિયમ વિરુઘ્ધ કામના કલાકો પણ વધારવામાં આવેલ છે. તેમજ સેફટી સાધનો તથા કર્મચારીઓની સલામતી અંગે ખેવના આ કંપની રાખતી નથી અને કર્મચારીઓ આ અંગે અવાજ ઉઠાવે તો તેને નોકરીમાંથી કોઇ ફોલ્ટ ગોતી કાઢી મુકવામાં આવે છે.

તેમજ અકસ્માત સમયે પણ ગુજરાતી કામદારોને કોઇપણ સુવિધા આપવામાં આવતી નથી તેવી રજુઆતો બાખુભાઇ રામ દ્વારા કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જો આ તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ નહી આવે તો એલ.સી.એલ. કંપની સામે ધરણા અને ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ બાબુભાઇ રામ દ્વારા આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.