કોંગ્રેસ હવે સભ્યનોંધણી ડિજિટલાઝેશનથી કરશે: આ અંગેનો પાયલોટ પ્રોજેકટ ગોવા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં શરૂ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ મુકત ભારત અભિયાન સામે ઝઝુમી રહેલા દેશના સૌથી જુના અને અનુભવી રાજકીય પક્ષ કોંગ્રેસ અત્યારે સંધર્ષમય પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ હવે વર્તમાન સ્થિતિથી જરાપણ વિચલીત થયા વગર સૌ પ્રથમવાર પક્ષ સભ્ય નોંધણીની પરંપરાગત કાગળ આધારીત નોંધણીની જગ્યાએ ડિઝીટલાયઝેશનથી સભય નોંધણી માટે કમર કસી રહ્યું છે.
કોંગ્રેસે પક્ષના સભ્યની નોંધણીને સુરક્ષિત બનાવવા માટે ડેટા બેંક ઉભી કરવાનું નકકી કરી વર્ષો વરસ આવતી વિવિધ ચુંટણીઓમાં પક્ષાના સભ્યોને ડેટા બેંકનો એક સરખો રણનીતીનો ઉપયોગ થાય તેવી કામગીરી શરુ કરી છે. પક્ષ દ્વારા વર્તમાન સભ્ય નોંધણી માટે કાગળોના રજીસ્ટરની જગ્યાએ ડીઝીટલ નોંધણીની આધુનિક ટેકનોલોજીનો આવિસ્કાર અપનાવવાનું નકકી કર્યુ છે. સભ્ય નોંધણી માટે ખાસ એપ બનાવવામાં આવશે.
કોંગ્રેસે આ પાયલોટ પ્રોજેકટનો અમલ સૌ પ્રથમવાર વાર ગોવા, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ડીઝીટલ મેમ્બરશીપના પ્રયોગો કરવાનું નકકી કર્યુ છે. આ માટે સકારાત્મક અને નકારાત્મક બાબતોનો અભ્યાસ કરવામાં આવી રહ્યું છે. કેટલાંક પાયાના પ્રયોગોથી મળેલા તારણોના આધારે ક્રમશ: તબકકાવાર સમગ્ર દેશમાં આ પ્રથા લાગુ કરવામાં આવશે.
ઓલ ઇન્ડીયા કોંગ્રેસ કમીટી દ્વારા હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણી બાદ નવેમ્બર મહીમાનમાં આ અભિયાન શરુ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આ મહત્વ કોંગ્રેસ સમીતીએ દરેક રાજયના પ્રદેશ મહાસચિવોને આ કામ માટે તૈયાર રહેવાનું જણાવી દીધું છે ને દરેક રાજયમાં ડીઝીટલ ટેકનોલોજીના જાણકારી ટેકનોલોજી એનડ ડેટા કો. ઓડીનેટરની નિયુકિત કરવાનું જણાવાયું છે. આ કો-ઓડીનેટરને પક્ષના મહાસચિવ મદદરુપ થશે અખિલ ભારતીય કોંગ્રેસ સમીતીના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું હતું કે ડીઝીટલ સભ્ય નોંધણી ઝુંબેશ વધુ સુરક્ષિત આધારભુત અને કાગળનો અને પ્રીન્ટીંગનો ખર્ચ બચાવનારી રહેશે. ખોટી હેક સભ્ય નોંધણીની સમસ્યાના નિવારણ માટે ત્રણ ચાવી રુપ વિગતો પ્રત્યેક સભ્યની એપ્લીકેશનમાં સુરક્ષિત બનશે જે ગમે ત્યારે જરુર પડયે ચકાસી શકાશે અગાઉ કોંગ્રેસ રિસિપ્ટ બુક કિતાબમાં સભ્ય નોંધણી કોઇપણ પ્રકારના દસ્તાવેજી પુરાવા વગર સભ્ય નોંધણી કરવામાં આવતી હતી. હવે ડીઝીટલ સભય નોંધણીની એપમાં ફોન નંબર સહીતની સભ્યોની વિગતો થી દરેક સભ્ય વ્યકિતગત રીતે પક્ષ માટે સંપર્કમાં રહેશે.
આ એપ્લીકેશનથી નેતાઓ અને કાર્યકરો અને સહયોગીઓ પ્રત્યેક સભ્ય જીવંત સંપર્કમાં રહી શકશે.
સભ્ય નોંધણીયના ડીઝીટાઇજેશનથી અખિલ ભારતીય કોંગ્રેસ સમીતી સમગ્ર દેશમાં સભ્યની વિગતો એકત્રીત કરીને દરેક સ્તરે વિગતો રાખી શકશે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભાજપના પ્રાથમીક સભ્ય નોંધણીના દેશ વ્યાપી અભિયાનથી ભાજપ સૌથી વધુ સભ્ય ધરાવતી વિશ્ર્વની સૌથી મોટી પાર્ટી બનીને રેકોર્ડ હોલ્ડર બની છે. ત્યારે કોંગ્રેસ પણ હવે જુના જમાનાના ચોપડા અને સભ્ય નોંધણીના થોથાયુગમાંથી બહાર આવીને સભ્યની નોંધણીનું ડીઝીટલઝેશન કરવા જઇ રહી છે.