વાયરલ વીડીયો દ્વારા વાલીઓની ફરીયાદથી ચકચાર

સુરેન્દ્રનગરના વઢવાણના શિયાણી પર વિસ્તારમાં અનેક આંગણવાડીઓ આવેલી છે જ્યાં ખુદ વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાવાળા પેકિંગમાં ચણા ભરેલા છે જે જણાવો અંદર જ ચડીને સળિયા શોધ વળી ગયા છે અને અંદર જીવાતો પણ આમથી તેમ આંટા મારી રહી છે તેઓ એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જેના કારણે આંગણવાડીમાં જે બાળકો જાય છે તેના આરોગ્ય ઉપર પણ ખતરાની ઘંટડી વાગી રહી છે અને હાલમાં મોટી માત્રામાં આંગણવાડીમાં બેદરકારી ચાલતી હોવાનું પણ પુરવાર થઈ રહ્યું છે

ત્યારે અનેક વાર અનેક પ્રકારની વિગતો અને આંગણવાડીમાં ચાલતા ભષ્ટાચારની કામગીરી સામે આવી છે ત્યારે આમાં આવો ખોરાક ખાવાથી બાળકોને પૌષ્ટિક મળે તે આશ્રય સાથે સરકાર આંગણવાડી કેન્દ્રમાં જ મોંઘા ભાવના ચણાઓની ખરીદી કરી અને ખેડૂતો પાસે ટેકાના ભાવે ખરીદ કરી અને આવી નાની મોટી આંગણવાડીઓ ખાતે પૌષ્ટિક આહાર માટે ચણા મોકલવામાં આવતા હોય છે

ત્યારે હાલમાં જણા પડતર રહ્યા કે પછી નાના નાના બાળકોને ચણાનો ખોરાક આપવામાં ન આવ્યો અને ચણા ચડી ગયા કે શું કે પછી ઉપરથી ચણા સડેલા આવ્યા કે પછી કઈ રીતે આ ચણા પેકિંગમાં ચડી ગયા તે એક ચર્ચા નો પ્રશ્ન છે ત્યારે શિયાણી પોળ વિસ્તારની આંગણવાડીમાં આ ખોરાક ન આપવા માટે વાલીઓએ આંગણવાડી કેન્દ્રની બહેનોને જણાવ્યું અને તાત્કાલિક અસરે આવા સડેલા ચણાનો નિકાલ કરવાની વ્યવસ્થા હાથ ધરવા માટેનું પણ વિડીયો સોશિયલ મીડિયામાં જણાવ્યું છે.

સુરેન્દ્રનગર શહેર અને તેના જિલ્લાને તાલુકા મથકોમાં આંગણવાડી કેન્દ્રો મોટી માત્રામાં ચાલી રહ્યા છે જે નાના નાના બાળકોને કે પછી પ્રસુતિ બાદ નાના નાના બાળકોને આહાર માટે આપવામાં આવતા પડીકાઓ અનેક પરિવારો આંગણવાડી કેન્દ્ર ઉપર પોતાના બાળકની નોંધણી કરાવ્યા હોવા છતાં પણ લેવા જવાની સસ્તી રહેતા નથી અને પડીકા લાવીને પણ શું કરવાના તેવા આશરે સાથે તેઓ પડીકાઓ લાવતા ન હોવાનું હાલમાં અનેકવાર અનેક વખત પુરવાર થયું છે ત્યારે આવા પૌષ્ટિક આહાર માટેના આવતા પડીકાઓ મોટી માત્રામાં આંગણવાડીની બહેનો મોટા પશુપાલકો કે નાના પશુપાલકોને રૂપિયા દસમાં એક પડીકું વેચતી હોવાની અનેક ફરિયાદો સામે આવી છે ત્યારે મોટી માત્રામાં આંગણવાડી કેન્દ્રમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું પુરવાર થઈ રહ્યું છે આમ છતાં પણ અનેકવાર અનેક પ્રકારની ફરિયાદો કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી કે કામગીરી અંગેના તપાસ હાથ ધરવામાં આવતી ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.