લીખતે લીખતે ‘ફ્રોડ’ હો ગયા!!!

કંપની સાથે તેના ડાયરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ કેસ નોંધાયો

વર્ષો સુધી લોકો ’લીખતે લીખતે પ્યાર હો જાયે’ ના સ્લોગન ધરાવતી રોટોમેક કંપનીની પેનનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે. પરંતુ અહિતો લીખતે લીખતે ’ફ્રોડ’ હો ગયા જેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે. રોટોમેક ગ્લોબલે એટલી વખત અને એવું એવું લખ્યું જેનાથી 750 કરોડ રૂપિયાનો બેન્ક ફ્રોડ થઈ ગયો. જે અંગેની જાણ થતા સીબીઆઈએ હરકતમાં આવવું પડ્યું.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ કાનપુર સ્થિત રોટોમેક ગ્લોબલ અને તેના ડિરેક્ટરો વિરુદ્ધ ઇન્ડિયન ઓવરસીઝ બેંક સાથે રૂપિયા 750.54 કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પેન નિર્માતા કંપની પર બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની સાત બેંકોના ક્ધસોર્ટિયમનું કુલ 2,919 કરોડ રૂપિયાનું દેવું છે. આ બાકી રકમમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો હિસ્સો 23 ટકા છે. તપાસ એજન્સીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ ઉપરાંત ગુનાહિત કાવતરું અને છેતરપિંડી સંબંધિત આઈપીસી  કલમો હેઠળ કંપની અને તેના ડિરેક્ટરો સાધના કોઠારી અને રાહુલ કોઠારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

સીબીઆઈને તેની ફરિયાદમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકે આરોપ મૂક્યો હતો કે કંપનીને 28 જૂન, 2012ના રોજ 500 કરોડ રૂપિયાની  ક્રેડિટ લિમિટને મંજૂરી આપવામાં આવી હતી. તે જ સમયે 750 કરોડ રૂપિયાની બાકી રકમ પર ડિફોલ્ટ કર્યા પછી, 30 જૂન, 2016 ના રોજ એકાઉન્ટને નોન-પર્ફોર્મિંગ એસેટ  જાહેર કરવામાં આવ્યું હતું. બેંકનો આરોપ છે કે તેણે કંપનીની વિદેશી વેપારની જરૂરિયાતોને પહોંચી વળવા માટે 11 લેટર ઓફ ક્રેડિટ  જારી કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.