આર.ટી.ઓ. દ્વારા એસોસિએશનની માંગણી માન્ય રખાતા મામલો થાળે પડયો
આર.ટી.ઓ. કચેરી ખાતે રાજકોટનાં ટ્રક માલિકો તથા ટ્રાન્સપોર્ટરો દ્વારા બીલ વગરનાં ટ્રકોનો આજીવન ટેકસ લેતા નથી. તેના માટે દરેક ટ્રક માલીકો અને ટ્રાન્સપોર્ટર દ્વારા આર.ટી.ઓ. ની કામગીરી બંધ કરાવવામાં આવી હતી. જો કે ત્યારબાદ આર.ટી.ઓ. દ્વારા શરતો માન્ય રખાતા સમાધાન થયું હતું.
અબતક સાથેની વાતચીતમાં રાજકોટ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસુભાઇ ભગદેવએ જણાવ્યું હતું કે, રાજકોટ આરટીઓની માંગણી એવી છે કે બીલ લઇને આપો, તો જ ટેકસ લઇએ અને ઝેરોક્ષ બિલ પણ ચલાવતા નથી. ટ્રક માલીકો પાસે બીલ ન હોય, ગુજરાતની બધી આરટીઓએ કોઠા બનાવ્યા હોય છે. કે બિલના ભાવ હોય તેના કરતાં ૫૦,૦૦૦ કે ૧ લાખ વધારે તે રીતે ટ્રક માલીકો ભરવા તૈયાર છે. તો પણ આરટીઓ ટેકસ લેવા તૈયાર નથી. તેથી વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદા, ગાંધીનગર, બરોડા, ભુજ, ગાંધીગ્રામ, પોરબંદર, અમરેલી, વલસાડ, સુરત બધી આરટીઓ કોઠો બનાવી બીલ ન હોય તો ઝેરોક્ષ બીલ માન્ય રાખે છે કે ઇન્જીન નંબર ગાહી હોય તે જ બીલમાં જ આગ્રહ રાખે છે. સરકારે એપ્રિલની ૧૦ તારીખ રાખી છે તે ગઇ હોવાથી પેનલ્ટી ચાલુ થાય. ટ્રક માલીકોને આજીવન ટેકસ ભરવો હોય તો ૫૦,૦૦૦ ટેકસ થતો હોય તો પેનલ્ટી પ ટકા લેખે ભરવી પડે ટેકસ ભર્યા ન હોય કેમ કે તારીખ વધવાની વાત હતી તે વધી નથી. આંતરરાજય જવું હોય તો કમ્પલસરી ટેકસ ભરવું પડે છે. આરટીઓમાં ટેકસની પહોંચ રજુ ન થતાં ખોટી કનડગત કરવામાં આવે છે. અને કશ્પશન થાય તેવા બનાવો બનતા હોય છે. ફાયનાન્સ કંપનીનો નિયમ હોય છે કે ત્રણ હપ્તા ચડી જાય તો ત્યારબાદ વાહન જપ્ત કરતાં હોય છે.
નવા ટ્રકોની અંદર ૧-૪-૨૦૧૭ થી લાઇફ ટાઇમ ટેકસ કમ્પલસરી થઇ જતાં તેઓ હેરાન પરેશાન થતાં નથી. તેમાં કોઇ અમારી દ્રષ્ટિએ પ્રોબ્લેમ નથી. જુના ટ્રકોની અંદર વાર્ષિક ૫૦૦૦ થી ૧૦૦૦૦ ટેકસ થતાં હોય છે વાર્ષિક ટેકસ ભરે તો ૨૦,૦૦૦ થતો હોય છે તો તેમાં ફાયદો થતો હોય છે. અને લાઇફ સ્ટાઇલ ટેકસ ભરાવ તો દર વર્ષે ટેકસની ઝંઝટ ન થાય અને એજન્ટોને પણ ફી ન આપવી. કે કલાર્ક સાથે કોઇ વહીવટ ન કરવો, દર વર્ષે આરટીઓમાં આવવું નહીં. ગવમેન્ટને નવો સોફટવેર સુહાસ નામનો ડેવલેપમેન્ટ કર્યો છે. ત્યાં ઘણી જગ્યાએ
આવે છે કે ગાડી એકવાર પાસીંગ થયા બાનદ પાકીંગની એન્ટ્રી કરવા માટે ગાડી બોલાવવી પડે છે. તો જુની ગાર્ડ પાસીંગ થઇ હોય તો સુહાસમાં તેનો સમાવેશ કરવો જોઇએ અને જુની ગાડીનો પ્રશ્ર્ન હલ કરવો જોઇએ.
હિરેન મહેતા (બુસ્ટ ટ્રક એસોસીએશન-સેક્રેટરી) જણાવ્યું હતું કે, રાજકોટ ટ્રક માલિકો ટેકસ ભરવા માટે તૈયાર છે કે જુની ગાડી હોય કે જે બે-ત્રણ વાર વેચાયેલી હોય અને બીલ ન હોય તો તેનાો ટેકસ લેવા આરટીઓ તૈયાર નથી. રાજકોટ આરટીઓને રેવન્યુની જરુરી નથી કે શું તે ટેકસ લેવા તૈયાર નથી. અને ટ્રક વાળાઓ માટે તેમનું વળતર સારું નથી. અને અમે બાહેધરી આપીએ છીએ કે ભવિષ્યમાં કોઇ ફેરફાર થશે તો ટેકસ ભરવા માટે અમે બંધાયેલા છીએ કે અમે લોકો પાસિંગમાં આવીએ ત્યારે પૈંસા લઇ લેવાના અને આરટીઓ પાસે સતા છે છતાં તેઓ સમજતા નથી.
૧પ દિવસથી વિનંતી કરીએ છીએ. આગળના સમયમાં માંગણી પુરી નહી કરવામાં આવે તો અમે મોટું આંદોલન કરીશું. કલેકટરને રજુઆત કરશુ અને ગાંધીનગર પણ જશું.
ઇન્સ્પેકટર જે.પી. શાહે જણાવ્યું હતું કે નિયમ અનુસાર ટ્રકોનો લાઇફ ટાઇમ ટેકસ ભરવા માટે અરજદારો આવતા તેમની પાસે અસલ બિલ, કંપનીનું સર્ટીફીકેટ બિલ ઉપર કંપનીનું એસેસટેકસ કંપનીનો સિકકો લગાવીને આવે તેવા પ્રકારનાં વાહનોનો ટેકસ લેતા તેમની રજુઆત હતી કે ૧૦-૧૫ વર્ષ જુના વાહનો પાસે માત્ર ઝેરોક્ષ બીલ છે. અથવા તો અસલ મોડલ કરતાં એક બે વર્ષે આગળ પાછળનું બિલ છે. તો તેવા પ્રકારના વાહનોનો પણ ટેકસ સ્વીકારવો તો અમે તેમને બાંહેધરી આપી કે અમે દરેક બીલ રજુ કરીશું. સેલ્ફ એસેસ્ટેડ વાહન માલીક અથવા કબ્જેદારનું આઇડી પ્રુફ આપીશુ. તેના પાસેથી ટેકસ લેવાનો થાય તો સરકાર કરી શકે. તેવી રજુઆત હતી અને તેમને કહ્યું કે ડોકયુમેન્ટ લઇને આવો તેથી તેમનો ટેકસ સ્વીકારશું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com