ગણિત…. આ એક એવો વિષય છે જે આવડી જાય, સમજાય જાય તો વ્યક્તિની જિંદગી સરળ થઈ જાય છે. પણ ગણિત સમજવું સરળ નથી. લોઢાના ચણા ચાવવા જેવું આ કામ છે. જોકે, કેટલાક લોકોનું મગજ જન્મજાત તેજ હોય છે તેઓ સરળતાથી ગણિતના મુશ્કેલમાં મુશ્કેલ કોયડા ઉકેલે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો હતો.

આ વાત રાજસ્થાનના ઇરફાન નામના માત્ર 20 વર્ષના યુવાનની છે. જે માત્ર નજીવી ક્ષણોમાં જ કોમ્પ્યુટરની જેમ ઝડપથી ગણતરી કરે છે. આ યુવાનનો વીડિયો ટ્વિટર ઉપર વાઇરલ થયો છે. જેમાં એક વ્યક્તિ ઈરફાનને પૂછે છે કે, જો કોઈની કિંમત 12 વર્ષની હોય તો તે કેટલા દિવસનો થયો કહેવાય? ઈરફાન તુરંત કહી દે છે કે, 4380 દિવસ. બીજો પ્રશ્ન પૂછે છે કે, જો કોઈ વ્યક્તિ 65 વર્ષનો હોય તો? ઈરફાન તરત કહે છે, 23725 દિવસો.

ઇરફાનની ઉંમર 20 વર્ષની છે. તે રાજસ્થાનના દુદુનો રહેવાસી છે. તેના માતાપિતા શ્રમિક છે. નાનપણથી જ ઇરફાનને ભણાવવા તેના પરિવારે ઘણા પ્રયત્નો કર્યા હતાં. પરંતુ તે ભણ્યો જ નહીં. દરમિયાન, તેના મગજમાં પાણી ભરાઈ જવાથી તેના મગજનું ઓપરેશન કરાવવું પડ્યું હતું. ત્યારબાદ ઇરફાનનું ગણિત ખૂબ જ તેઝ થઈ ગયું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.