દાઝી ગયેલા અથવા ડાયાબિટિસના દર્દીઓને ઈન્ફેકશનથી બચાવવા માટે સ્ક્રીન બેંક વરદાનરૂપ બનશે
રોટરી ગ્રેટર રાજકોટ દ્વારા શહેરમાં સૌ પ્રથમ સ્કીન બેંકની સ્થાપના કરવાની યોજના કરવામાં આવી હતી. જેને ૩-૪ મહિનામાં જ આખરી ઓપ આપવામાં આવશે. અબતકની મુલાકાતે આવેલા સંસ્થાના આગેવાનોએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં બની રહેલી સ્કીન બેંક ભારતની ૧૦માં નંબરની સ્ક્રીન બેંક રહેશે જેમાં હિપ્સ તેમજ બેંકની ચામડીને સાંચવી શકાશે. ડાયાબીટીશ અથવા દાઝી ગયેલા લોકો માટે રાષ્ટ્રીય શાળામાં ગ્રેટર ભવન ખાતેની આ સ્ક્રીન બેંક વરદાન સ્વરૂપ રહેશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતુ કે જે લોકો દાઝી જતા હોયતેની નવી ત્વચા આવવામાં ૩ મહિના સુધીનો સમય લાગે છે. આ દરમ્યાન દર્દીને કેટકકેટલા ઈન્ફેકશન થવાની શકયતાઓ છે. પરંતુ દાઝી ગયેલા ભાગ ઉપર તાત્કાલીક સ્ક્રીન કવરી દ્વારા ૮૦ ટકા લોકોની જીદંગી બચાવી શકાય છે.
જેવી રીતે અંગદાન તરીકે લોકો મૃત્યુ બાદ આંખ, કીડની, લીવર વગેરેનું દાન કરતા હોય તેવી જ રીતે ત્વચાને પણ સાચવીને સ્ક્રીન બેંકમાં રાખી શકાય છે. ત્યારે રોટરી ગ્રેટર રાજકોટ શહેરમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબજ સક્રિય પણણે કાર્યરત છે.
ત્યારે આરોગ્યલક્ષી સેવાઓમાં સ્ક્રીન બેંક યશકલગીરૂપ પ્રોજેકટ રહેશે. આ પ્રોજેકટને સફળ બનાવવામાં રોટરી ગ્રેટર રાજકોટના પ્રેસીડેન્ટ યશ રાઠોડ, રવિ ચોટાઈ ડો. સંજીવ નંદાણી, ડો. કેતન બાવીસી, અમિત રાજા, પરેશ કાલાવડીયા, નવીલ વૈશ્નવ અને નિલેશ ભોજાણી જહેમત ઉઠાવી રહ્યા છે.