પુજય અપૂર્વમૂનિ સ્વામીઈના સાનીઘ્યમાં યોજાયો પદગ્રહ સમારોહ
રોટરી કલબ ઓફ રાજકોટ પ્રઇામના વર્ષ 2022-23 માટે નવા વરાયેલા પ્રમુખ રોટેરિયન મેહુલ જામંગ અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ડિસ્ટ્રીકટ 3060 ના ડિસ્ટ્રીકટ ગવર્નર રોટેરિયન શ્રીકાંત ઇન્દાનીના મુખ્ય મહેમાનપદે તેમજ અતિથિ વિશેષ એવા અપૂર્વમુનિ સ્વામીજીના સાનિઘ્યમાં આયોજીત કરવામાં આવ્યો હતો.
નવા વરાયેલા પ્રમુખ રોટેરિયન મેહુલ જામંગ એ વર્ષ 2022-23 માં હાથ ધરાવનારી સામાજીક પ્રવૃતિઓનો ચિતાર આપ્યો હતો. અને ગ્રામ કલ્યાણ પ્રોેજેકટ હેઠળ રાજકોટથી ર0 કિલોમીટર દુર નાગલપુર ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી. નાગલપુર ગામની તમામ પ્રાથમિક જરુરીયાતોને અને ખાસ કરીને નાગલપુર ગામની પ્રાથમીક શાળાને હેપ્પી સ્કુલ બનાવવાની પહેલ કરવામાં આવશે.
આ સમયે ઉ5સ્થિત સભાના અતિથિ વિશેષ એવા પુ. અપૂર્વમુનિ સ્વામીજીએ આશીવચન આપી હતા. સ્વામીજીએ ખુબ જ સરસ વાત કરી હતી કે રોટરી એ સત્તાનું માઘ્યમ નથી પરંતુ સેવકનું માઘ્યમ છે. સાથે સાથે નવા પ્રમુખ તેમજ તેમની સપંંણૂ ટીમને શુભેચ્છા અને આશીર્વાદ સાથે પાવન કર્યા હતા.
વર્ષ 2022-23 માટે ની નવનિયુકત ટીમ પ્રમુખ મેહુલ જામંગ, સેક્રેટરી કીડન પડીયા, વાયસ પ્રેસિડેન્ટ નિહાર ચંદારાણા, જોઇન્ટ સેક્રેટરી પરીન પટેલ, ટ્રેઝરર કમલેશ કાનાબાર: એકિઝકયુટિવ સેક્રેટરી ચિરાગ દાવડા, સર્વીસ પ્રોજેકટ ચેર ચેર તૃષાર સીમરીયા, સાર્જન્ટ મેહુલ પરમાર, લીટરસી ચેર વિશાલ સરવૈયા અને કૌશાબેન દોશી, ફાઉન્ડેશન ચેર વિરાજ મહેતા, ઇન્ટરનેશનલ ચેર કલ્પેશ ગણાત્રા, મેમ્બરશીપ ચેર પ્રતિક બદાની, કલબ એડમીન ચેર રાજેશ સવાનીયા, મેડીકલ ચેર ડો. મેહુલ ચૌહાણ અને ડો. ખુશ્બુ ઝાલાવડીયા, યુથ વિગ દર્શન વાઢેર, કોમ્યુનિકેશન દર્શિત મહેતા, એડીટર, ડિઝાઇનર વિવેક સંચેતી અને દર્શ હરિયાણી, કોમ્યુનીટી ડાયરેકટર ધનેશ પરમાર, પબ્લિક ઇમેજ નિલેશ ગઢવી, આર.સી.સી. ચેર પરિન અવલાની સ્પોટર્સ મનીષ જારસનીયા અને રાજન પોપટ, પી.ઇ.એફ.ચેર અમિત કોટક, મીડીયા ચેર શ્રેયાંશ મહેતા, કલ્ચરલ ચેર રિચાબેન સરવૈયાને જવાબદારી સોપી છે.