રોટરી કલબ ઓફ પ્રાઇમના પ્રેસિડેન્ટ મેહુલ જામંગની ઉપસ્થિતિ
રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા પ્રેસિડેન્ટ મેહુલ જામંગ, સેક્રેટરી ક્રીડન પડિયા ની આગેવાનીમાં તેમજ ડિસ્ટ્રીકટ એ.જી. રોટેરિયન મેહુલ નથવાણીની વિશેષ ઉ5સ્થિતિમાં એવા પ્રોફેસરો કે જેઓનું યોગદાન અનેરું હોઇ એવા અલગ અલગ સંસ્થા અને કોલેજો સાથે જોડાયેલા પ્રોફેસરોને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમનું સંચાલન રોટરિયન વિશાલ સરવૈયા તેમજ રોટરિયન ચિરાગ દાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ મેળવનાર પ્રોફેસરમાં દર્શન યુનિવર્સિટીના ભાવિન કાનાણી, ક્રાયસ્ટ ઇન્સ્ટિટયુટ ઓફ મેનેજમેન્ટ કોલેજના ચેતન પાઠક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોસિયોલોજી વિભાગના હેડ ડો. જયશ્રી નાયક, ડી.આઇ.સી. ના મિતેશ વાઢેર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર પાર્થ સેજપાલ, મારવાડી યુનિવર્સિટી ના ડો. રિતેશ પાલકર, કર્મયોગ એકેડમી ના કુ. રીચા ભગદેવ, વી.વી.પી. એન્જીનીરીંગ કોલેજના પ્રોફેસર સુશીલ કોરગોકાર વગેરેનો સમાવેશ થાય છે.
રોટરી કલબના ઓફ રાજકોટ પ્રાઇમ ડીસ્ટ્રીકટ 3060 ની એક યુવા મેમ્બર ની કલબ છે જે હંમેશા સમાજ સેવા માટે વિવિધ કાર્યો કરી રહી છે.
ત્યારે આ એક નવતર અભિગમ અને પ્રયોગ સાથે વિઘાર્થીઓનું ભવિષ્ય બનાવવાની સાથે રાષ્ટ્રનું ભવિષ્ય ઘડવામાં જેમનું ઉમદા યોગદાન છે એવા લોકોને પ્રોત્સાહીત કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.