સતિષ વળગામા, પડધરી
ગુજરાતમાં ગુલાબ વાવાઝોડાની મંગળવાર બપોરથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હવે રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની સાથે ફરીવાર બીજુ શાહિન વાવાઝોડુ અરબ મહાસાગરમાં તૈયાર થઈ રહ્યું છે.
મોટાભાગના જળાશયો ઓવરફલો થઈ ગયા છે. હવે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જાય છે અને જળ હોનારતનો ખતરો ઝળુંબી રહ્યો છે.ગુલાબ વાવાઝોડાના અસરથી પડધરી તાલુકામાં વાવાઝોડાની પરિસ્થિત સર્જાઈ છે.ગુલાબ વાવઝોડાએ પડધરીના અનેક ગામોની હરિયાળી વિખી નાખી હતી.
પડધરીના મોવૈયા, વણપરી અને ખારી-હરિપર ગામની સીમમાં ભૂતકાળમાં કદી ના જોયો હોય તેવો ચક્રવાત સર્જાયો હતો. તાલુકાનાં વાડી વિસ્તારમાંથી આ ચક્રવાત પસાર થયો હતો. આ ચક્રવાતના કારણે ખેતરમાં બનાવેલ ગોડાઉન ધરાશયી થયા હતા. વીજસ્તંભ અને સપ્ટેશન જમીનદોસ્ત કરી નાખ્યા. સો વર્ષ જુના મહાકાય વૃક્ષો ધરાશયી થઈ ગયા હતા. ખેડૂતોના ખેતરમાં ઊભેલો તમામ પાક નાશ પામ્યા હતા.