Abtak Media Google News
  • મોગરો અને ગુલાબના ફૂલોની સુગંધ લાંબો સમય ટકી રહે

જમીન પર ફૂલોનું અસ્તિત્વ 50 કરોડ વર્ષ જુનુ છે: ડેઇઝી ફૂલ નિર્દોષતાનું પ્રતિક ગણાય છે : આયરિસ કે લીલી ફૂલનો ઉપયોગ દફન વિધીમાં થાય છે, તે જીવનનાં પુનરોત્થાનનું પ્રતીક ગણાય છે: વિશ્ર્વની ઘણી સંસ્કૃતિઓમાં મહિલાઓને ફૂલો સાથે જોડવાનું વલણ જોવા મળે છે : ગુલાબ વિશ્ર્વનું સૌથી લોકપ્રિય ફૂલ છે, જેની 15 હજારથી વધુ પ્રજાતિ જોવા મળે છે

18 અને 19 મી સદીના રોમેન્ટિક યુગમાં ફૂલોમાં જોવા મળતી વૈવિઘ્યસભર નજીકતતા અને સૌદર્યને કવિઓને કવિતાની રચના કરવા પ્રેરણા આપી હતી: ઇટાલીમાં આવેલ બગીચામાં 7500 થી વધુ જાતના ગુલાબ થાય છે

ફૂલોની સૌથી પુરાણી અશ્મિઓ 12.50 કરોડ વર્ષ જાુની છે, કેટલાક જુથો જીમ્નોસ્પર્મ્સને ખાસ કરીને બીજ ફર્નને ફૂલોના પૂર્વજ તરીકે રજુ કરે છે, પરંતુ ફૂલોની ઉત્ક્રાંતિ કેવી રીતે થઇ તે દર્શાવતા કડીબઘ્ધ અશ્મિજન્ય પુરાવા ઉપલબ્ધ નથી: આપણા હિન્દુ ધર્મમાં ફૂલોનું મહત્વ

વિશેષ જોવા મળે છે, દરેક ધાર્મિક પૂજન વિધિમાં તેનો ઉપયોગ કરાય છે

પૃથ્વી પરના આપણા જીવનની સાથે કુદરતનું પર્યાવરણ, વૃક્ષો, ફળ, ફૂલ, પાંદડાઓ જોડાયેલા છે. કુદરતી વાતાવરણમાં રંગબેરંગી સુગંધીદાર ફૂલો જોવાથી  આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે. ફૂલો તેમનું આખું અસ્તિત્વ દુનિયાને સુગંધિત બનાવવા અર્પણ કરે છે. ઘણા ફૂલો સુગંધવિહીન હોવાનું જણાય પણ તેની અતિ સૂક્ષ્મ સુગંધ આપણું નાક પણ ઓળખી શકતી નથી તેને, મધમાખી ઓળખી લે છે. દુનિયામાં ઘણા ફૂલો સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી જોવા મળે છે ,જેમાં જાસુદના ફૂલમાં 24 થી વધુ રોગોને અંકુશમાં લાવવાના ગુણો રહેલા છે. મોગરો અને ગુલાબના ફૂલોની સુગંધ લાંબો સમય સુધી ટકી રહે છે. આપણી જૂની કે નવી ફિલ્મોમાં પણ ફૂલોના બગીચામાં સુંદર મજાના ગીતો કે ફુલ શબ્દના ઉપયોગથી ઘણા જાણીતા ગીતો બન્યા છે.

બહારો ફૂલ બરસાવો મેરા મહેબુબ આયા હૈ, ફૂલ. સાદય હસતું, મનમોહિ લેતું અફાટ કુદરતી સૌદર્યનું પ્રતિક છે, ઇશ્ર્વરના ચરણોમાં કે પ્રેમના પ્રતિકરૂપે અને શુભ પ્રસંગો, સન્માનમાં મોટાભાગે તેનો ઉપયોગ થાય છે. આપણી તમામ ધાર્મિક વિધીમાં તેનો ઉપયોગ પ્રથમ હોય છે. પ્રાચિન કાળથી કે માનવના પહેલા પણ તેનું અસ્તિત્વ હોવાના પુરાવા મળ્યા છે. જમીન પર તેના અસ્તિત્વને 42 થી 50 કરોડ વર્ષ થયાનો એક અંદાજ છે, જો કે તેની પૌરાણિક અશ્મિઓ પણ 12.50 કરોડ વર્ષ જાુની છે.

તેના ઉપયોગની વાત કરીએ તો આદીકાળથી ચિત્રકલમાં તે પ્રાણીઓના ચિત્ર સાથે જોવા મળે છે. જીવનદાન કે પુન:જીવન માટે વારંવાર લીલીનો ઉપયોગ થાય છે. કપડા ઉપર ભાત પાડવા કે ફૂલો સ્ટિલ લાઇફ તરીકે ચિત્રકામમાં ઉપયોગ થાય છે. ખાસ તો ફૂલો તેમની વિવિધ સુગધો, કલરને કારણે ખુબ વહાલા લાગે છે. વિદેશી સંસ્કૃતિમાં ઘણા ફૂલો પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે. ફૂલોને ઓળખવાની પ્રક્રિયા ફલોરોગ્રાફી કહેવાય છે.

પ્રેમસૌદર્ય અને ઉત્કટતાનું પ્રતિબિંબ લાલ ગુલાબ મનાય છે. યુ.કે., ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા અને કેનેડામાં લાલ ખસખસ નો ફૂલ છોડ યુઘ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના સ્મારક પર મૂકવામાં આવે છે. મૃત્યુ સમયે છોડ આશ્ર્વાસનના પ્રતિક તરીકે ઉપયોગ કરાય છે.આયરિસ કે લિલી ફૂલનો ઉપયોગ દફન વિધીમાં થાય છે, અને તે જીવનના પુનરોત્થાન પ્રતિક મનાય છે, તે તારાઓ (સૂર્ય) સાથે સંકળાયેલું છે અને તેના સ્ત્રીકેસર ચમકતા હોય છે. ઘણી સંસ્કૃતિઓમાં મહિલાઓને ફૂલો સાથે જોડવાનું વલણ જોવા મળે છે. ફૂલોમાં જોવા મળતી વૈવિઘ્યસભર નજીકતા અને સૌદર્યને કવિઓને કવિતાની રચના કરવા પ્રેરણા આપે છે. 18 થી 19 મી સદીના રોમેન્ટિક યુગમાં પ્રમાણ વધારે જોવા મળ્યું હતું. જાણીતા ચિત્રકારોએ ફૂલોને લઇ ને પ્રખ્યાત ચિત્રો બનાવ્યા હતા.

 ઇટાલીમાં આવેલ બગીચો વિશ્વમાં સૌથી મોટો છે જયાં 7500 જાતના ગુલાબ થાય છે.સૂર્યમુખી વૈવિઘ્યસભર અને રંગીન દેખાવને કારણે વિઝયુઅલ આર્ટીસ્ટની પ્રથમ પસંદગી રહ્યા છે. ફલાવર આર્ટ, પોટ કે ત્રિપરિમાણીય નમુનાનું કાયમી સર્જન કરવા માટે તેને સુકવવામાં આવે છે. ફલોરા ફૂલોના બગીચાઓ અને વસંતઋતુની રોમન દેવી હતી. કલોરિસ વસંત, ફૂલો અને પ્રકૃતિની ગ્રીક દેવી હતી.

આપણાં હિન્દુ ધર્મમાં, દંતકથાઓમાં ફૂલોને મહત્વનો દરરજો અપાયો છે. હિન્દુ પરંપરાના ત્રણ આરાઘ્ય દેવોમાંના એક વિષ્ણુ ઘણા ચિત્રોમાં કમળના ફૂલમાં ઉભેલા દર્શાવાય છે. કમળનું આઘ્યાત્મિક મહત્વ છે, આપણી પૌરાણિક વાર્તાઓમાં તેનું સ્થાન સવિશેષ જોવા મળે છે. આજે આપણે મંદિરોમા, સ્ત્રીઓ શણગારમાં, જુદા જુદા કાર્યક્રમ કે સમારંભો ફૂલોનો ઉપયોગ છે. વ્યકિતના જીવનકાળમાં કોઇને કોઇ રીતે ફૂલોનું સ્થાન છે. આજે તો દુનિયાભરમાં ફૂલોની ખેતી તેન બગીચા દ્વારા તેનો કરોડો રૂપિયાનો કારોબાર ચાલે છે. આપણે પોતે પણ આપણા ઘરમાં એક બે ફૂલછોડ તો અવશ્ય રાખીએ છીએ, એક બીજા પ્રત્યે અભિવ્યકિત રજુ કરવા ફૂલોનો ઉપયોગ માનવી કરે છે. ફૂલોની સૌથી પુરાણી અશ્મિઓ 12.50 કરોડ વર્ષ જુની છે. કેટલાક જુથો જીમ્નોસ્પર્મ્સને ખાસ કરીને બીજફર્નને ફૂલોના પૂર્વ તરીકે રજુ કરે છે. પરંતુ ફૂલોની ઉત્ક્રાંતિ કેવી રીતે થઇ તે દર્શાવતા કડીબઘ્ધ અશ્મિજન્ય પુરાવા ઉપલબ્ધ નથી. ફૂલોના પણ દિવસો દુનિયામાં ઉજવાય છે. ગુલાબની પાંદડીઓમાંથી ગુલકંદ આપણે બનાવીએ છીએ, કેટલાક તો ફૂલોની પરાગરજને હેલ્થફૂડ તરીકે ખાય છે. હજારો તાજા ફૂલો ખાદ્ય હોય છે, પરંતુ આપણે અમુક ખોરાક તરીકે લઇએ છીએ, સલાડમાં રંગ અને સુગંધ ઉમેરવા ફૂલોનો ઉપયોગ થાય છે. ખાદ્ય ફૂલોમાં કોળુ, નાસ્તુર્ટિયમ, કાર્નેશન, કેટ્ટેઇલ, ચિકોરી, કોર્નફલાવર, કેન્ના, સૂર્યમુખી જેવા ફૂલોનો ખાદ્ય તરીકે માનવ ઉપયોગ કરે છે. હર્બલ ટી માં પણ ફૂલોનો ઉપયોગ કરી શકાય છે. જેમાં ક્રાયસન્થેમમ, ગુલાબ, જસ્મીન, કાર્નોમાઇલના સુકાયેલા  ફૂલોને ચામાં નાખીને તેને સુગંધી કે હેલ્ધી બનાવી શકાય છે, તેના પાંદડીનું મિશ્રણ પણ કરાય છે, ઘણા ફૂલો તો તેના સૌદર્યને કારણે ચૂંટવામાં આવતા નથી.

ઘણા પક્ષી, પતંગીયા, ભમરા જેવા અન્ય જીવજંતુ ફૂલોનો રસ ચૂંસે છે. તે પરાગ રજના વાહકો પણ છે. ફૂલોની સુગંધ દ્રવ્યને કારણે પ્રાણીઓ તેમના તરફ આકર્ષાય છે. ફૂલોનો વિકાસ અને પરાગરજનો ફેલાવો એક કુદરતી પ્રક્રિયા છે. વિશ્ર્વમાં તેની અલગ અલગ ઘણી પ્રજાતિઓ છે, તેમના કલર, આકારો, રંગ, બેરંગી ડિઝાઇન સાથે માનવીને આકર્ષે છે. પરાગ નયનની પ્રક્રિયામાં પવન પણ મહત્વનો ભાગ ભજવે છે. ગલગોટાના ફૂલ તો દેશમાં કે ગામડે પણ જાણીતા છે. વિશ્ર્વમાં બધા ફૂલોમાં ગુલાબ નંબર વન છે, તે ફૂલોનો રાજા છે, તેના રંગ તથા સુગંધને કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે. તેનું આર્થિક અને ધાર્મિક રીતે પણ મહત્વ છે. અત્તર (સેંટ) બનાવવામાં તેનો ઉપયોગ વિશેષ થાય છે. ગુલાબ પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે. તેની વિશ્ર્વભરમાં 15 હજારથી વધુ જાતો છે. વિશ્ર્વનો સૌથી મોટો બગીચો ઇટાલીમાં છે. જેમાં 7500 જાતના ગુલાબ થાય છે. લાલ, ગુલાબી, પીળા અને સફેદ કલરના હોય છે પણ કાળા ગુલાબ પણ વિકસાવાય છે. તેમના વગર પ્રેમનો એકરાર શકય નથી.

હિન્દુ ધર્મમાં ફૂલોનું મહત્વ

આપણાં હિન્દુ ધર્મમાં દંતકથાઓમાં ફૂલોનું વિશેષ સ્થાન છે. હિન્દુ પરંપરાના ત્રણ આરાઘ્ય દેવોમાંના એક વિષ્ણુ ઘણા ચિત્રોમાં કમળના ફૂલમાં ઉભેલા દર્શાવાય છે. સૌદર્યથી ભરપુર રંગેબેરંગી ફૂલો આપણા જીવનના શુભ પ્રસંગોમાં અગ્રસ્થાને જોવા મળે છે. પ્રેમસૌંદર્ય અને ઉત્કટતાનું પ્રતિક લાલ ગુલાબ મનાય છે.વ્યકિતના સમગ્ર જીવન  કાળમાં કોઇને કોઇ રીતે ફૂલોનું સ્થાન છે. આપણે પુજન, અર્ચન, ઇશ્ર્વરની આરાધનામાં પણ તેનો પ્રથમ ઉપયોગી કરીએ છીએ, કુદરતનો આપણી ઉપરનો પ્રેમ દર્શાવતા પ્રતિક સમા ફૂલો સદા હસતા રહે છે, ગુલાબએ સુંદરતાની દેવી અને પ્રેમનું પ્રતિક છે. આદિકાળના તમામ ચિત્રોમાં પ્રથમ ફૂલોને સ્થાન અપાતું હતું.

દુનિયાનાં સૌથી મોટા ફૂલ નું વજન 10 કિલો !!

ઇંડોનેશિયામાં એક અજબ પ્રકારનું ફૂલ છે, જેનું નામ રેફલેસિયા  છે. તેને કોઇ ડાળી કે પાન હોતા નથી. બીજા છોડની ડાળીએ કે મૂળ પર ઉગવા કારણે તેને પેરાસાઇડ પ્લાન્ટ  કહે છે. ફૂલ વજન 10 કિલો જેવો હોય છે. જેની શોધ ડો. જોસેફ આર્નોલ્ડે કરી હતી. ફૂલ બીજા ફૂલોની જેમ ઉગતું નથી પણ જમીનની અંદર જડમૂળથી ઉગીને બહાર ફેલાય છે. જયારે ફૂલ ખીલે છે ત્યારે તેને જોવા લોકો પડાપડી કરે છે. અમુક ફૂલોની કિંમત પણ ઘણી ઊંચી હોય છે જેમાં લીલી ઓફ વૈલીના ગુચ્છાની કિંમત 15 લાખ ડોલર, થુલિયટ ગુલાબની કિંમત 15.8 મિલિયન ડોલર, આર્કિડ જેવા દુર્લભ ફૂલ બે લાખ ડોલર, કિના આર્કિડ ગોલ્ડ 6 હજાર ડોલર, શેફરનક્રાશ ફૂલ 1500 પાઉન્ડની કિંમતમાં મળે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.