અંબાજી ખાતે યાત્રિકો ફસાયા: એસ.ટી. ટ્રેનના બુકીંગો કેન્સલ કરવા પડયા
રવિવારે જૂનાગઢ સહિત ગિરનાર પર્વત પર વરસાદનું જોરદાર ઝાપટુ આવતા ગિરનાર પરની રોપવે સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે અનેક યાત્રિકો અંબાજી ખાતે ખાતે ફસાયા હતા અને એકાદ કલાકો બાદ વાતાવરણ ચોખ્ખું થતા તમામને નીચે લઈ આવવામાં આવ્યા હતા. જો કે આમાંના અમુક પ્રવાસીઓના એસટી તથા ટ્રેનના બુકિંગ હોવાથી ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
જુનાગઢ શહેર તથા ગિરનાર પર્વત પર ગઈકાલે બપોર બાદ આવેલા અચાનક વરસાદી ઝાપટાંના કારણે રોપ વેની સેવા અટકાવી દેવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન ગિરનારના અંબાજી શિખર ઉપર જઈ પહોંચેલા યાત્રાળુઓ રોપ વે બંધ થતાં ફસાઈ ગયા હતા. અને ભારે ચિંતામાં મુકાયા હતા, આ અંગે પ્રવાસીઓના જણાવ્યા અનુસાર અમુક મુસાફરોની રેલવે તથા બસનું બુકીંગ હોય તેને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો હતો.
અંગે ગિરનારના દીપક કપિલસ એ અબ તક ને જણાવ્યા અનુસાર ગઈકાલે એકાએક વરસાદનું મોટું ઝાપટું આવતા રોપવે બંધ કરવાની ફરજ પડી હતી. જો કે, એક કલાક બાદ વાતાવરણ ચોખ્ખું થતાં રોપ-વે પૂર્વવત શરૂ કરવામાં આવ્યો હતો. અને અંબાજી પર ફસાયેલા તમામ યાત્રિકોને નીચે લાવવામાં આવ્યા હતા. આ સાથે આજે પણ સવારમાં સારું વાતાવરણ હોવાના કારણે રોપવે સેવા કાર્યરત રાખવામાં આવેલ છે.