અબતક,ચિંતનગઢીયા, ઉના
દીવના નાગવા બીચ ખાતે દીવ પોતાના પરિવાર સાથે ફરવા આવેલ દંપતિ પેરાસીલીંગની મજા માણી રહ્યા હતા તે દરમિયાન અચાનક દોરડું તૂટતા બંને દરિયામાં ખાબક્યા હતા. સમગ્ર ઘટના તેના સાથીદારોના મોબાઇલના કેમેરામાં કેદ થઈ હતી.
દીવમાં ખુબજ મોટી સંખ્યામાં પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો દીવ ની સુંદરતા અને દિવના નયન રમ્ય બીચો ની મજા માણી રહ્યા છે. અને પ્રશાસન દ્વારા પણ આવનાર પર્યટકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.દીવના નાગવા બીચ પર વોટર સ્પોર્ટમાં એક એવી ઘટના સામે આવી છે.જે ભલભલા ને હચમચાવી દે.
લોકોને ભયભીત કરી દેતા દ્રશ્યો સર્જાયા
નાગવા બીચ પર પેરાસિલિંગમાં બેસેલા એક કપલ આકાશ માં વિહરવા નો આનંદ લઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક પેરાસેલિંગનું દોરડું તૂટતા બંને જણા દરિયામાં ખાબકી પડ્યા હતા. તેમની સાથે રહેલા લોકો આ દ્રશ્ય જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા.
થોડા સમય માટે લોકોને ભયભીત કરી દેતા દ્રશ્યો સર્જાયા હતા જો કે આખરે બન્નેને હેમખેમ કાંઠા પર બહાર કાઢવામાં આવ્યા હતા. ને બને નો ચમત્કારિક બચાવ થયો હતો.આં સમગ્ર ઘટના સાથે રહેલ વ્યક્તિના ફોનના કેમેરામાં કેદ થઈ ચૂકી છે અને આ વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોતા ભલભલાના ધબકારા રોકાઈ જાય એવી આ ઘટના છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વોટર-સ્પોર્ટ્સ ના સંચાલકો દ્વારા આ બાબતે તકેદારી નું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.જો સમયસર બચાવ કરવામાં ન આવ્યો હોત તો આ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હોત.